Testimonials - Youth Camps

Life Camps:

“આ શિબિરમાંથી સૌ પહેલાં મારા જીવનમાં કંઈ કરવાની હિંમત આવી. મારામાં કંઈ કરવાનો આત્મવિશ્વાસ આવ્યો. જેના કારણે હું મારા જીવનમાં કંઈ કરી શકું.”                                                                                                                 

- મમતા બારિયા

“આ શિબિરમાં મને જીવનમાં કઈ રીતે આગળ વધવું તે બાબત વધારે સ્પર્શી ગઈ કારણ કે હું હંમેશાં ઉદાસ રહેતી હતી, પણ આ શિબિરમાં ભાગ લીધા પછી તો મારી ઉદાસી જાણે કયાંય ભાગી ગઈ. હવે હું પોતે ખુશ રહું છું, અને બીજાને પણ ખુશ રાખું છું.”

- જાનુ નાયકા 

“આ શિબિરમાં મને એ બાબત વધારે સ્પર્શી ગઈ કે, હું મારી જિંદગીમાં આગળ શું કરીશ તેનો મને ખ્યાલ આવતો ન હતો પણ હું આ શિબિર ધો.૯માં કરી હતી ત્યારથી મારામાં આત્મવિશ્વાસ વધ્યો અને આગળ વધવાની ધગશ મળી, જેથી હું હમણા મારું સ્વપ્ન પૂરું કરવાના પ્રયત્નો કરું છું.”                                                                                                                 

- પ્રિયાંશી બારિયા

“મને આ શિબિરમાં ઊભા થઇને બોલવું, જાતે વિચારીને લખવું, જેવી બાબતો ખૂબ ગમી. મને માફી-પત્ર લખવાનું ખૂબ ગમ્યું કારણ કે હું મોટો થઈશ તો કોઈની આગળ માફી માંગતા મને ક્યારેય સંકોચ નહિ થાય”                                               

-કેયુર સુતરીયા

“શિબિરમાં નાટક દ્વારા મારી અંદરથી બધાની સામે આવવાનો ડર પણ નીકળી ગયો. તેથી મને નાટક કરવાની પ્રવૃત્તિ ખૂબ જ સ્પર્શી ગઈ.”                                                                                                                                        

- વિષ્ણુ દબાસિયા

 

“આ શિબિરમાં મે પોતાની જાત માટે કલ્પના કરી તેથી મને મારું ધ્યેય મળી ગયું. ત્યાર પછી તેના પર પ્રવૃત્તિ કરી તેના દ્વારા મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વધ્યો અને મારું ધ્યેય મને વધારે સ્પષ્ટ થયું.”                                                           

- ધૈર્ય મારૂ

“આ શિબિરમાંથી મને મારી શક્તિ અને મારી આવડતો જાણવા મળી છે અને એ પણ જાણ્યું કે હવે જિંદગીમાં સફળ વ્યક્તિ કઈ રીતે બની શકું. તે મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે.”                                                                                 

- પલક સોની

“આ શિબિરમાં જ્યારે ખોટા અને સાચાની પસંદગી કઈ રીતે કરવી તે શીખવવામાં આવ્યું ત્યારથી મને એવું લાગે છે કે તે મને જીવનમાં ખૂબ ઉપયોગી થશે કારણ કે ધોરણ 12 પાસ કર્યા પછી શું કરવું તે ખબર પડશે. ખોટા રસ્તે ના ચડી જતા સાચા રસ્તે જ જવું તેથી આપણા જીવનમાં આપણને કોઈ તકલીફ ના પડે.”                                                                              

- હર્ષ બગ્ગા

“મને પહેલાં કંઈ બોલવું નહોતું ગમતું તેથી જયારે હું હિંમત કરીને ઊભી થઈ ત્યારે મને એવું લાગ્યું કે હવે હું જયારે પણ ઊભી થઈશ તો હું ક્યારેય ડરીશ નહિ અને નિડરતાથી ઊભી થઈને પોતાના વિચાર રજૂ કરીશ. તેથી આ બાબત જીવનમાં મને ખૂબ ઉપયોગી થશે.”                                                                                                                                       

- પાયલ કબીરા

“શિબિરમાં મારામાં સ્ટેજ પર ઊભા થઈ બોલવાની કળા વિકસિત થઈ છે .  મારા જીવનના  ધ્યેય માટે આ પરિબળ ખૂબ મહત્ત્વ ધરાવે છે.”                                                                                                                                               

- યશ ટાપણીયા

Dream India Camps:

“હું અહી આવીને મારી જાત પર વિશ્વાસ કરતા શીખ્યો છું. હું બધા સાથે હળીમળીને અને શાંતિથી રહેતા શીખ્યો છું. મે મારા ધ્યેય નક્કી કર્યા છે અને તે માટે તેના પર મન લગાવીને કામ કરતા શીખ્યો છું. હું બધા સાથે મિત્રતા કરતા શીખ્યો છું. હું અહીં આવ્યા પછી મારી જિંદગી સારી રીતે જીવતા શીખ્યો છું; હું આ ઓએસિસ કૅમ્પમાં આવ્યો તે જ મારા માટે ખુશીની વાત છે.”

- જયેશ પુરલીયા

 

“આ કૅમ્પમાંથી મારામાં આત્મવિશ્વાસ આવ્યો છે, જેનાથી હું જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હાર નહીં માનું. અહીંથી મને મારો ગોલ નક્કી કરવામાં મદદ મળી છે. મારા જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે, હું મારી જાતને સમજી શકું છુ, હું મારી જાતને પ્રેમ કરું છું.”                                                                                                                                                               

- નંદીની

 

“અમને અદાલતમાં મજા આવી કારણ કે તેમાં મારા મંતવ્યો આપ્યા અને વધારે સારી રીતે સ્વતંત્રતાથી રહી શકાય તે જોયું અને કેવી રીતે ચુસ્ત ન્યાય આપી શકાય તે સમજીને ખુશી થઈ."                                                                            

- ઈશિતા માછી

“અહીંથી ગયા પછી સૌથી વધારે અહીંની સમાનતા, એકબીજાને સમજવાની ભાવના, એકબીજાને મદદ કરવી, બધાનો પ્રેમ, સૌથી વધારે સ્વતંત્રતા યાદ આવશે કારણ કે અહીં જેવી સ્વતંત્રતામાં બધાના દુ:ખ અને  પોતાની જવાબદારી પણ હતી. અહીં જેવી સ્વતંત્રતા બીજે ક્યાય મળતી નથી.”                                                                                                     

- સતીશ મેતલીયા

 

જે શીખવા મળ્યું છે તે અહીનો પ્રેમ, વિશ્વાસ, સહકાર, કુદરતી સૌંદર્ય, અહીંની રમતો, અદાલત, અહીંના પુસ્તકો... બધુ ખૂબ યાદ આવશે. આ કૅમ્પ મારા માટે ટર્નિંગ પોઇંટ ઑફ લાઇફ છે.”                                                                              

- બ્રીજલ રાણા

 

“ઓએસિસ મારા જીવનની યાત્રાનું સૌથી સુંદર તથા યોગ્ય પગથીયું છે, હું ઇચ્છું કે મને ફરી આવવા મળે કારણ કે આ મારા જીવનનો સુંદર વળાંક હતો, જે અવિસ્મરણીય છે.

 

મને બાળકોની અદાલત ગમી કારણકે કૅમ્પની અદાલતનો હેતુ સજા આપવાનો નહીં પરતું સમજ અને જ્ઞાન આપવાનો હતો અને બાળકોએ પોતે જ ન્યાય કરવાનો હોવાથી ગમ્યું.”                                                                                           

- ધ્રુવ સોલંકી

``આ કૅમ્પમાં અદાલતની વ્યવસ્થા ગમી કારણ કે અહીં દરેક બાળકને બહાર કરતાં અલગ રીતે સાંભળવામાં આવતું હોવાથી તેમજ બાળક સ્વતંત્ર હોવાથી પૂરેપૂરી રીતે ખીલે છે, તે ગમ્યું.”                                                                     

- બ્રિજેશ સોલંકી

“સમગ્ર કૅમ્પમાંથી મારા સૌથી પ્રિય સેશન ‘શાસ્ત્રીય સંગીત’ અને ‘હું જ મારો ભાગ્યવિધાતા’ હતા. શાસ્ત્રીય સંગીતમાં સરગમ તાલ શીખ્યા એટલા માટે બહુ મજા આવી અને બીજા સેશનમાં જાણવા મળ્યું કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે ભાગ્યની સામે હાર માનવાને બદલે તેને પાર કરીને ફરી પ્રયત્ન કરીને આપણે જ આપણા ભાગ્યવિધાતા બનવું જોઈએ તે જાણવાથી અમે ખુશ છીએ.” 

-જીમ્મી પટેલ

“સમગ્ર કૅમ્પ દરમિયાન મારો પ્રિય સેશન નેતૃત્વ વિકાસનો હતો. આમાંથી હું ઘણું બધું શીખી શકી. હું મારી મર્યાદાઓ, મારી શક્તિઓને ઓળખી શકી, જેનાથી હું ખૂબ સારી માણસ બની શકીશ. મારા મિત્રો અને જયદીપભાઈ પાસેથી નેતૃત્વના ખૂબ સારા ગુણ શીખી છું તેથી હું ખુશ છું.”                                                                                                                       

- પૂર્વા પટેલ

 

“અહીંથી ગયા પછી અમે અહીંની સ્વતંત્રતા યાદ કરીશું કારણ કે આવી સ્વતંત્રતા અમને કયાંય મળવાની નથી અને અમારા ઉપર મૂકેલો વિશ્વાસ યાદ કરીશું.”                                                                                                                 

- દિશાંત મકવાણા

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.