Testimonials - From Participants of Special Camps

From Participants of Patriotism Camp on Women Empowerment

 

કૅમ્પ દરમ્યાન પ્રોત્સાહન, નવા વિચારો, ધ્યેય, લક્ષ્ય અને આત્મવિશ્વાસની બાબત મળી

મને જુદી જુદી રમતોમાંથી મળતા message ખૂબ જ પ્રભાવશાળી હોય છે તે મને ગમ્યા. અને શિબિરમાં શીખવેલી ધ્યેય, આત્મવિશ્વાસ વગેરે બાબતો ઉપયોગી બની.

~ આશી નાયક

 

દેશમાં ખેડૂતોની પરિસ્થિતિ તથા Education વિશે ખૂબ જાણવા મળ્યું

શિબિરમાં જ્યારે અમે બધાને ઘેર ગયા તે ખૂબ ગમ્યું. એમાં અમને દેશમાં ખેડૂતોની પરિસ્થિતિ તથા Education વિશે ખૂબ જાણવા મળ્યું. આ શિબિરમાં શીખેલી ઘણી બધી બાબતો આગળ વધવા ઉપયોગી થશે.

~ કુશ દેસાઈ

 

શિબિરમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર વિશે અનુભવો શેર કર્યા તે બાબત સ્પર્શી ગઈ

શિબિરમાં શીખેલી બધી જ બાબતો જીવનમાં ઉપયોગી થાય એવી છે પછી તે સફળતા મેળવાની વાત હોય કે સંબંધો સાચવવાની હોય. માનવીના દૃષ્ટિકોણ વિશે પ્રથમવાર જાણ્યું. સાક્ષાત્ સ્વર્ગનો અનુભવ થાય છે.

~ પરિતા પટેલ

 

મને પૂર્વગ્રહો વિશે જાણવા મળ્યું, આત્મવિશ્વાસ વધ્યો, લીડરશિપનો ગુણ પણ વધ્યો.

~ ફારૂક પઠાણ

 

સ્ત્રીઓ પરના અત્યાચાર પર રોક મૂકવી. મારી કોઈ છોકરી થશે તો હું હંમેશાં તેને સપૉર્ટ કરીશ.

~ નેહલ પરમાર

 

શિબિરમાં મને તો જે રીતે ગામડાના લોકોના જીવનને જાણવા મળ્યું તે મારા હૃદયને ઘણું સ્પર્શી ગયું

હંમેશાં બીજા સાથે સારો વ્યવહાર કરવો. Self confidence અને Positive thinking વિશે ઘણું બધું જાણવા મળ્યું. જીવન કઈ રીતે જીવવું એ પણ જાણવા મળ્યું.

~ પ્રિયલ મિસ્ત્રી

 

સૌની સાથે હળીમળીને કાર્ય કરવાની બાબત સ્પર્શી ગઈ

આ અનુભવ ઘણો સારો રહ્યો. અમને ઘણી બધી નવી બાબતો શીખવા મળી. અમને સૌની સાથે હળીમળીને કાર્ય કરવાની બાબત સ્પર્શી ગઈ. આ બધી બાબતો અમને ઘણી રીતે ઉપયોગી થશે. જેવા કે બીજાને મદદ કરવામાં.

~ હર્ષિલ સોલંકી

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.