કાર્યશાળાના ફૅસિલિટેટર્સ વિશે બાળકોના પ્રતિભાવોના અંશો:

 

આપણા હૃદયની તદ્દન ઊંડી વાત પણ જાણી લેવાની ક્ષમતા ધરાવે છે

સંજીવભાઈ અને શીબાદીદી વિશે તો હું જે પણ કહું તે ઓછું પડશે. સંજીવભાઈ એટલે જ્ઞાનનો ભંડાર. આપણા જીવનની એવી કોઈ પણ સમસ્યા નથી જેનો તેમની પાસે ઉકેલ ન હોય અને શીબાદીદી પાસે પણ ઘણું જ શીખવા મળ્યું. સંજીવભાઈ અને શીબાદીદી બંને જણ આપણા કહેવા માત્રથી જ આપણા હૃદયની તદ્દન ઊંડી વાત પણ જાણી લેવાની ક્ષમતા ધરાવે છે. અને સંજીવભાઈનું ભાષા પરનું પ્રભુત્વ અને નાનાથી માંડીને મોટા સુધીનાને સમજ પડે એવી રીતે શીખવવું સહેલું નહોતું જ, છતાંય તેમણે એ કરી બતાવ્યું છે.

~ જુહી નાયક, નવસારી

 

દરેકને સમાન ગણે છે, ખૂબ જ પ્રેમાળ રીતે કહે છે

કાર્યશાળાના સંચાલકો દરેક બાબત ખૂબ સુંદર રીતે સમજાવે છે. અવનવાં ઉદાહરણ આપે છે. જો ના સમજ પડે તો ફરીથી સમજાવે છે. દરેકને સમાન ગણે છે. એવું નથી કહેતા કે એકને ના સમજ પડી તો તે હોશિયાર નથી. ખૂબ જ પ્રેમાળ રીતે કહે છે. સેશન ચાલુ હોય તો કોઈને ડર નથી રહેતો કે હું આવી રીતે બેસીશ તો મને ખીજવશે. દરેકને પોતાનો નિર્ણય લેવાની છૂટ આપે છે.

~ જાગૃતિ પાટીલ, નવસારી

 

કાર્યશાળામાં શીખવતાં સંજીવભાઈ અને શીબાદીદી મારાં પ્રિય માતા-પિતા જેવાં લાગે છે. કારણ કે જે મને મારાં માતા-પિતા નથી શીખવી શક્યાં તે હું આજે તેમની પાસેથી શીખું છું. મારા ગુરુ પણ આ લોકો જ છે જેઓએ મારી જિંદગી બદલવામાં મદદ કરી છે.

~ મહેન્દ્ર મકવાણા, ઓએસિસ વેલીઝ, વડોદરા

 

જીવનમાં સફળ થવાનો રસ્તો મળી ગયો

સંજીવભાઈ અને શીબાદીદીએ દરેક વાતને એટલી ઊંડાણપૂર્વક સમજાવી કે અમારા બધા જ સવાલોના જવાબ મળી ગયા. ક્યારેય સેશનમાં કંટાળો ન આવ્યો. ફક્ત શીખવાનું જ નહોતું મોજમસ્તી પણ હતાં. જીવનમાં સફળ થવાનો રસ્તો મળી ગયો.

~ દિશા પુરોહિત, નવસારી

 

કદાચ હું પોતાને જેટલો પ્રેમ કરું તેના કરતાં બીજા બધાને વધારે કરતી હતી. પરંતુ સંજીવભાઈએ એવો તો શો જાદુ કર્યો કે મને પોતાનું મહત્ત્વ સમજાયું અને પોતાને વધુ પ્રેમ કરતી થઈ શકી.

~ ફાતેમા રંગરેજ, નવસારી

 

તેઓ જે શીખવે છે તે તેઓ પોતે જીવે છે

કાર્યશાળાના સંચાલક શીબાદીદી અને સંજીવભાઈ બંનેની શીખવવાની રીત અને વહાલથી સમજાવવાની રીત ખૂબ ગમી જે અમને અમારી ઉંમરની સમજણ પ્રમાણે ઉદાહરણ આપીને સમજાવે છે. હંમેશાં અમારા પ્રત્યે હકારાત્મક રહ્યાં છે. તેઓનું ભાષા પરનું પ્રભુત્વ અને શીખવવાની શૈલી ખૂબ જ સુંદર અને મુગ્ધ કરી દે તેવી છે. તેઓનાં દરેક ઉદાહરણ તેઓના જીવનની સાચી ઘટનાઓ હોય છે, બનાવેલાં નથી હોતાં જે મને ખૂબ સ્પર્શી ગયું અને તે માટે મને ખૂબ માન અને આદરની લાગણી થઈ. તેઓ જે શીખવે છે તે તેઓ પોતે જીવે છે. તે મને સૌથી વધારે ગમ્યું.

~ હિરલ સોની, વડોદરા

 

સંજીવભાઈએ અત્યંત મહેનત કરીને આટલા મોટા કોર્સને અમારી આગળ અત્યંત રસપ્રદ બનાવીને મૂક્યો. સાચે જ તે તેમની અનોખી આવડત છે.

~ હસ્મિતા પરમાર, વડોદરા

 

The knowledge was invaluable

Sheebadidi was absolutely smiling and lovely all the time. She solved our doubts a hundred times whenever needed. Sanjivbhai is literally so smart and honest. The knowledge was invaluable. This will probably make my life.

~ Riya Shah, Surat

 

સરળ ભાષામાં જીવનના સિદ્ધાંતો સીધા જ હૃદયમાં ઊતરી જાય છે

સંજીવભાઈ અને શીબાદીદી જ્યારે મુખ્ય સંચાલક હોય ત્યારે કાર્યક્રમનું વાતાવરણ જ બદલાઈ જાય છે. ખાસ તો સંજીવભાઈ તેમની ભાવસભર અને સરળ ભાષામાં જીવનના સિદ્ધાંતો શિખવાડે છે ત્યારે તે સીધા જ હૃદયમાં ઊતરી જાય છે. તેઓ બંને અમને બધાને સમજી શકે છે એટલે શાળા જેવી કોઈ જ લાગણી નથી અનુભવાતી. ઉદાહરણો આપીને હસતાં-રમતાં રસપ્રદ રીતે શીખવી શકે છે.

~ વૃષ્ટિ મેહતા, વડોદરા

 

સંજીવભાઈએ જેટલાં પણ સેશન્સ લીધાં છે તે તો ખૂબ સરસ. કોઈ પણ સમયે એવું નહીં અનુભવ્યું કે તે શિક્ષક છે અને હું વિદ્યાર્થી. પ્રેમાળ અને હસમુખા. શીખતાં શીખતાં થાકી જવાય તો પણ વિચાર ના આવે કે રૂમ છોડીને જઈએ. આવા શિક્ષક મેં કદી જોયા નથી. તમારી સાથે જે eye to eye communication થયું તેમાં એક ગજબ પ્રકારનો આત્મવિશ્વાસ ઊભો થતો હતો. મને ખૂબ ગર્વ છે કે તમે અમારી સાથે છો.

~ કરિશ્મા ભાટિયા, નવસારી

 

હું ખૂબ ખુશ છું, આ કાર્યશાળાનો ભાગ બનીને. આટલા દિવસોમાં હું મારી જિંદગી એકદમ ખૂબસૂરત બનાવવા માટેના બધા જ તરીકાઓ શીખી ગઈ છું અને હવે મને મારી જવાબદારીઓ ભારરૂપ નહીં પરંતુ મારી જિંદગીની સફળતાની શરૂઆત લાગે છે. દરરોજની દરેક પળને હું ખૂબસૂરત રીતે જીવતા શીખી. અને તમે ફક્ત અમને જીવતાં જ નહીં, પરંતુ લોકોની સાથે જીવતાં શિખવાડ્યું છે. આજે હું ખુશ છું તેનું બીજું પણ એક કારણ છે કે તમે મને બીજાને પણ ખુશ રાખતાં શિખવાડ્યું છે. I Love You so much. 

~ આરતી પટેલ, નવસારી

 

અમને મોજમજા કરતાં કરતાં શિખવાડે છે

કાર્યશાળામાં જે કાંઈ પણ શીખવવામાં આવે છે તે ખૂબ જ સરસ હોય છે. તેઓ અમને મોજમજા કરતાં કરતાં શિખવાડે છે. તેથી, તે યાદ રહી જાય છે અને અહીં શીખવામાં બહુ જ મજા આવે છે. 

~ પૂર્વમ સોની, નવસારી

Testimonials - About Facilitators of Three-L-ing Course for Teenagers

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.