Testimonials - Three-L-ing Course for Teenagers

આત્મવિશ્વાસથી છલકાતાં બાળકોના પ્રતિભાવોના અંશો:

“આ શિબિરમાં શીખવેલી બાબતો મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, કેમકે જ્યારે હું બીજી વ્યક્તિની અંદર સારી બાબતો જોઈશ તો હું પણ સારી વ્યક્તિ બની શકીશ.  જો હું દુ:ખના સમયે પણ હિંમત હાર્યા વગર ખુશ રેહવાનો પ્રયત્ન કરીશ અથવા ખુશ રહીશ તો મને જીવનમાં આપત્તિનો ક્યારે ભય લાગશે નહીં અને હું મારું જીવન ખૂબ ખુશીથી તેમજ સફળતાપૂર્વક જીવી શકીશ.”

-કિરણ વણકર

“મારી સૌથી મોટી નબળાઈ હતી કે હું Excellenceથી કામ કરી શકતો ન હતો. અહીં એના પર ખૂબ જ ધ્યાન અપાયું છે. મને Excellenceથી કામ કરવાની તક મળી. આ કાર્યશાળા હંમેશાં mentally ખુબ જ affect કરે તેવી તેમજ વિચારવા પર મજબૂર કરી દે તેવી હોય છે.”

 - વિનીત જૈન

“ગમે તેવી પરિસ્થિતિ હોય એમાંથી પણ હકારાત્મક બાબતો લઈને જીવનને ખુશીથી જીવવું અને એવું કરવાથી જીવન પ્રત્યે આપણું માન વધે છે -એ બાબત મને ખૂબ જ સ્પર્શી ગઈ. ”

                         - શનિ પટેલ

અહીંથી જતી વખતે બહુ જ ખુશ અને confident feel કરી રહી છું

આ કોર્સ કરવો ખૂબ જરૂરી હતો એવું અહીં આવ્યા પછી આજે સમજાય છે. અહીં આવતાં પહેલાં મનમાં ગૂંચવણો હતી તે થોડી ઘણી ઉકેલાઈ રહી છે. પહેલાં હું મનમાં અંદરથી જ ઉદાસ રહેતી હતી પણ હવે અહીંથી જતી વખતે બહુ જ ખુશ અને confident feel કરી રહી છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ચાર વર્ષ દરમિયાન મારું સમગ્ર જીવન સાચી દિશામાં આવી જશે.

~ વૃષ્ટિ મેહતા, વડોદરા

વચન લીધું છે કે ખતમ થઈ જઈશું, પણ હાર નહીં માનીએ

હું મારા નિર્ણયો જાતે લઈ શકતી ન હતી. હું મારી સમસ્યાઓના ઉકેલ હંમેશાં બીજાઓ પાસેથી લેતી હતી. અહીં આવીને મેં એવી બાબતો શીખી જેથી હું મારા નબળાં પાસાંઓને જાતે જ મજબૂત કરી શકું છું. હું મારી જિંદગીની સફળતા માટે હવે સાચી રીતે જીવન જીવી શકું છું. મારામાં આત્મવિશ્વાસ છે. અમે બધાએ વચન લીધું છે કે ખતમ થઈ જઈશું, પણ હાર નહીં માનીએ. આ વચન મારા હૃદયમાં ખૂબ ઊંડે સુધી પહોંચી ગયું છે કે જિંદગીમાં ગમે તે મુશ્કેલીઓ આવે, હું એનો મારી પસંદગી પ્રમાણે નિર્ણય લઈશ અને હાર નહીં માનીશ.

~ ફાલ્ગુની મિસ્ત્રી, નવસારી

પોતાના જીવનમાં આવેલા બદલાવ અંગે બાળકો કહે છે:

 

“In this workshop I learned ‘What is Love’. Actually, I am so lucky that I got saved from going on the wrong track of attraction, and learned that it is not true love. I have started improving my friendship now. And, earlier I was always selfish but now I have started giving love too. Earlier whenever I wanted to come to Oasis my parents were reluctant but when they saw changes in me and though this time my uncle’s marriage was there, then also my mommy said that I can go in workshop, she will manage. 

– Shreya Pawar

પોતાની જાતને પ્રેમ કરવો એ મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે Oasisમાં આવ્યા પહેલાં મને મરવાના વિચાર ખૂબ આવતા હતા. પછી Oasisમાં આવી પોતાની જાતને પ્રેમ કરતા શીખી અને Now, I Love My Life.”

– ખુશ્બૂ પટેલ

“The kind of people I have met here and got the chance to interact with, have been so beautiful and eye-opening. The workshop has brought life into perspective and made me realize how important it is. I can really feel a change internally. It has given me the strength and direction, something that was an absolute necessity in my life. It has ignited a fire within.”  

- Aanandini Thakkar, Vadodara

“The workshop has been one of the best things that happened this year. It changed me and got me thinking about my life and myself in the way I never had. The workshop had beautiful learnings. It made me start and ignite a little spark towards my mission of life. I am unstoppable towards my mission now.”  

- Sanjana Shah, Ahmedabad

“આ કાર્યશાળા દરમિયાન મને સારી રીતે બોલતા આવડી ગયું. હું બોલવામાં અચકાતો હતો પરંતુ આજે કોઈ પણ મુદ્દા વિશે હું સારી રીતે બોલી શકું છું. આ કાર્યશાળાઓ ખૂબ જ ઉપયોગી છે. આપણને ઘણું શીખવા મળે છે. તેમાંથી અમને જીવન જીવવાની દ્રષ્ટિ બતાવે છે.”                                                                                                                                            - કૌશલ ગામીત

એક નવી દિશા મળી હોય અને નવો જન્મ મળ્યો હોય તેવી લાગણી અનુભવાય છે

આ પાંચ દિવસમાં મેં મારી જાત સાથે મળીને ઘણો બદલાવ લાવ્યો છે. હું ખરેખર ખૂબ જ ખુશ છું અને ગૌરવ થાય છે કે અમને બધાને સાચી જિંદગીનો અર્થ સમજાયો છે. જિંદગીને એક નવી દિશા મળી હોય અને નવો જન્મ મળ્યો હોય તેવી લાગણી અનુભવાય છે. જિંદગી જીવવા માટેનો નવો નકશો તૈયાર કર્યો છે અને હૃદયમાંથી અવાજ આવે છે કે હું એ રીતે જિંદગી જીવીશ.

~ કરિશ્મા ભાટિયા, નવસારી

પોતાની વધેલી સ્વ-જાગૃતિ અંગે બાળકોના પ્રતિભાવ:

 

“આ શિબિરમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો એ વાત ઉપયોગી થશે, કારણકે જીવનમાં જ્યાં જોઈએ ત્યાં આપણામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, અને આપણે ખુશ કે દુઃખી રેહવું  છે, તે આપણે નક્કી કરીએ છે. તો, મારે તો ખુશ જ રેહવું છે, કારણ કે આપણે જયારે દુઃખી હોઈએ ત્યારે ખુશ રહેતા શીખવું જરૂરી છે.”

-માહી પરમાર

“આ શિબિરમાં શીખવેલી બાબતો મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, કેમકે જ્યારે હું બીજી વ્યક્તિની અંદર સારી બાબતો જોઈશ તો હું પણ સારી વ્યક્તિ બની શકીશ.  જો હું દુ:ખના સમયે પણ હિંમત હાર્યા વગર ખુશ રેહવાનો પ્રયત્ન કરીશ અથવા ખુશ રહીશ તો મને જીવનમાં આપત્તિનો ક્યારે ભય લાગશે નહીં અને હું મારું જીવન ખૂબ ખુશીથી તેમજ સફળતાપૂર્વક જીવી શકીશ.”

-કિરણ વણકર

મારા દૃષ્ટિકોણ બદલીને મને ખૂબ મદદ કરી છે

આ કાર્યશાળા મને મારા જીવનમાં હું શું કરી રહી છું તે જાણવા માટે અત્યંત મદદરૂપ બની. જો હું નહિ આવી હોત, તો જાણે મારી જિંદગીને ખોઈ બેઠી હોત તેમ મને લાગે છે. આખી કાર્યશાળાના વિષયો મને રોજેરોજ ઝટકો આપતા હતા. હું વિચારતી હતી કે હું કેવા ગાંડપણમાં જીવન જીવી રહી હતી. મારા દૃષ્ટિકોણ બદલીને મને ખૂબ મદદ કરી છે. તેથી હું કાર્યશાળાની અત્યંત આભારી છું.

~ હસ્મિતા પરમાર, વડોદરા

આજે હું સાચી રીતે જિંદગીને સમજી છું અને તેને ખૂબ ચાહું છું

એવો અનુભવ થાય છે કે જાણે મારું પોતાની જાત સાથે, પોતાની જિંદગી સાથે મિલન થયું હોય. હું પહેલાં પોતાની જાતને ઓળખતી જ નહોતી. આજે પહેલી વાર મેં મારી જાતને અંતરાત્માના દર્પણમાં જોઈ છે અને હજુ આગળ શીખીશ તો હું મારા અંતરાત્માને મળી શકીશ તેવી મને ખાતરી છે.

~ હિરલ સોની, વડોદરા

કાર્યશાળામાંથી શું મેળવ્યું તે અંગે બાળકો કહે છે:

“I have extremely great feeling for Oasis and its facilitators. Because I really feel that only here I get the guidance of how to do right thinking about my life. In outside world I just follow what others are doing. Staying here is the best part of my life- The very right way of living my own life."

- Neehal Kapadiya

જીવન ધ્યેય મેળવી જિંદગીમાં ખૂબ આગળ વધી શકીશ

આ કાર્યશાળામાં મને મારું જીવન ધ્યેય મળ્યું એ ખૂબ જ ઉપયોગી છે. હું માનું છું કે ધ્યેય વગરના માણસ અને પ્રાણીમાં કોઈ ફેર નથી. હું જેના માટે જન્મ્યો છું તે જ મને ખબર ના હોય એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ બની શકત. પરંતુ, હવે મને ધ્યેય મળ્યું અને હું જિંદગીમાં ખૂબ આગળ વધી શકીશ.

~ શૈલેષ અગરવાલ, નવસારી

 

જેટલી ઉમ્મીદો લઈને આવી હતી તેનાથી ઘણું જ વધારે મને મળ્યું

મને આનંદ છે કે હું આ એક અનોખી કાર્યશાળાનો ભાગ બની શકી. હું જેટલી પણ ઉમ્મીદો લઈને આ કાર્યશાળામાં આવી હતી તેનાથી ઘણું જ વધારે મને અહીં જાણવા મળ્યું છે. સાચી જિંદગીને જીવવાની મારી ચાહ કેવી રીતે પૂર્ણ કરવી તેનો પણ મને માર્ગ મળી ચૂક્યો છે. એટલી બધી ઇચ્છાશક્તિ કેળવી લીધી છે કે હવે પોતાના પર વિશ્વાસ ઊભો થયો છે કે હું ધારું એ કરી જ શકીશ.

~ પ્રિયા ઠક્કર, વડોદરા

સાચી રીતે જીવન જીવવું કેટલું જરૂરી છે એ જાણ્યું અને સમજી

કેટલાય સમયથી મારી અકળામણ અને ગુસ્સાને નાથવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ ચાવી મળતી નહોતી. કાર્યશાળામાં ચાવી હાથ લાગી અને હું મારી જિંદગીને બેસ્ટ બનાવી શકીશ.

~ દિશા પુરોહિત, નવસારી

 

પોતાના સંબંધો વિશે ઊભી થયેલી નવી દૃષ્ટિ અંગે બાળકો કહે છે:

 

બીજાને નહીં પરંતુ હવે પોતાને બદલવાની કોશિશ કરીશ

મારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે હું બીજાને જ દોષી ગણું છું. પોતે બહાનાં જ કાઢતી રહું છું, પણ આ કાર્યશાળામાં શીખવેલા મનાંકનોના વિષય દ્વારા હું મારા સંબંધોમાં ઘણો સુધારો લાવી શકી છું. સૌથી મહત્ત્વનું કે મારા અંતરાત્માને સાંભળી શકું છું. બીજાને નહીં પરંતુ હવે પોતાને બદલવાની કોશિશ કરીશ. મારા જીવનનું મિશન નક્કી કરી શકું છું અને હવે બીજાને 'ના' પાડતા પણ શીખી છું. મારી મમ્મી અને ભાઈ સાથે અનબન થાય છે, તો હવેથી તેમને સમજી શકું છું. ભલે મારા કોઈ પાકા મિત્રો ના હોય છતાં પણ હું જેને ન ઓળખતી હોઉં તેની સાથે પણ હળીમળીને રહી શકું છું.

~ ગુલપ્શા શેખ, નવસારી

We come out as whole new persons!

Before coming to the L3 workshop, we wasted our time unknowingly. Sometimes gave reactions and were frequently hurt because of peer pressure. But, today we are very much clear. We have got the tools which will definitely help us in decreasing the peer pressure. Before coming here we knew that what we did was somehow wrong. But, we were not known of its serious consequences. Today we feel energetic and a kind of new power has been built inside us.

~ Shama Patel, Surat

 

The most beautiful and useful workshop I ever had

ઘરમાં થોડી બાબતો પર રકઝક થાય છે અને ગુસ્સે થઈને જાત પરનો કાબૂ ખોઈ બેસું છું, જે હવેથી નિયંત્રણમાં લાવવાની કોશિશ કરીશ. મિત્રો હેરાન કરે અથવા તો શિક્ષક કાંઈ સંભળાવીને જાય તો તરત જ ઉદાસ થઈ જાઉં અને મિત્રો સાથે ગુસ્સો કરું. પરંતુ હવે હું મોં પર સ્મિત રાખીને ફરીશ.

~ કરિશ્મા ભાટિયા, નવસારી

 

મારા અહંકાર અને અભિગમના કારણે મેં મારા ઘણા સંબંધો જાણ્યે-અજાણ્યે બગડ્યા છે. તે હવેથી નહીં થાય તે બાબત અંગે મારા હૃદયને ચોક્કસ ખાતરી મળી.

~ તસ્નીમ ભારમલ, રાજકોટ

 

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.