Testimonials - From Institute Heads

શિક્ષકોને ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું

આવા કાર્યક્રમ વારંવાર ગોઠવવાથી શિક્ષકોની ચેતના જાગૃત રહી શકે, તેઓ ચૈતાન્યસભર રહી શકે! શ્રી સંજીવભાઈએ વાતના મૂળ સુધી પહોંચી ખૂબ સુંદર અને સરસ રીતે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું. તેમની સાથે સંવાદ સાધ્યો. આગામી મહિનાઓમાં નિયમિત ધોરણે માર્ગદર્શન મેળવવાનું ગમશે. બધા શિક્ષકોએ પણ માણ્યું.

- શ્રી હેમલત્તા રૂપાણી, પ્રિન્સીપાલ,

શ્રી એ. વી. જસાણી વિદ્યામંદિર, રાજકોટ

 

"જિંદગી, પ્રેમ, મિત્રતા" જચી ગયા

આ પ્રવચન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હતું. યુવાનોને સાચો રાહ બતાવવામાં ખૂબ જ મદદરૂપ! ખાસ કરીને જિંદગી, પ્રેમ, મિત્રતા શબ્દો જચી ગયા. આપણા જીવનના સાચા રાહબર આપણે જ છીએ તેમ વિદ્યાર્થીઓને લાગ્યું. યુવાનો ઘણું બધું કરી શકે... જો આવા કોઈ ઓએસીસ જેવા રાહબર મળી જાય...

- ડો. બાનુબેન ધકાણ, પ્રિન્સીપાલ,

એમ. જે. કુંડલીયા કોલેજ, રાજકોટ

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.