કૅમ્પ વિશે બાળકોની લાગણીના અંશો:

 

મહત્ત્વનું એ શીખ્યા કે આપણા સુંદર ભારતનું નિર્માણ કેવી રીતે કરવું

ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ વિષે લખું એટલું ઓછું. ઘણું શીખ્યા. મહત્ત્વનું એ શીખ્યા કે આપણા સ્વપ્નોની દુનિયામાંથી આપણાં સુંદર ભારતનું નિર્માણ કેવી રીતે કરવું. મારા જીવનને મારા દેશ માટે ધરી દેવું એવી લાગણી મારામાં આવે છે તે મને ખૂબ ગમે છે.

~ સીમા પવાર

 

અહીં જે સ્વતંત્રતા મળે છે એવી બહાર બીજે ક્યાંય મળતી નથી

લીલાંછમ વૃક્ષો અને હરિયાળીથી ભરપૂર કૅમ્પસમાં એકલા બેસીને કોઈ કામ કરવાનું, કવિતાઓ લખવાનું ખૂબ માણ્યું. અહીં જે સ્વતંત્રતા મળે છે એવી બહાર બીજે ક્યાંય મળતી નથી.

~ મેનુ નિષાદ

 

Friendship was the most enjoyable part of the camp

I learnt to be happy. I made many new friends. In those friendships there was Trust. Eating with friends and helping each other was the most exciting. Friendship was the most enjoyable part of the camp.

~ Nirvi Jain

 

આ કૅમ્પમાં હું એ શીખ્યો કે કોઈ કશું પણ કહે – તું આ નથી કરી શકતો, તું પેલું નથી કરી શકતો – તો માની ને બેસી નહિ જવાનું. ઊલટાનું એ શીખવાનું અને કરીને બતાવવાનું.

~ હારૂન પઠાણ

 

ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ= Enjoy, Learn, Create, Together

ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં અમને ચાર શબ્દો આપ્યા હતા: Enjoy, Learn, Create, Together. આ ચાર શબ્દોમાંથી ખૂબ શીખવા મળ્યું. અમે ખૂબ Enjoy કર્યું, અને સાથે સાથે ખૂબ Learn કર્યું. પછી એ બધું અમે Perform કર્યું, અને આ બધું અમે Together કર્યું. ખૂબ મજા આવી.

~ યુક્તા ભાવસાર

 

This camp is very creative

Here, no one small or big, all are equal. All get Justice and Freedom.

This camp is very creative. For the first time I enjoyed Campfire and I was very happy.

~ Nandini Patel

 

જીવનના શીખેલા અગત્યના પાઠ અંગે બાળકો કહે છે:

 

બીજાની વાત જાણી ત્યારે ખબર પડી કે એમના કરતાં તો અમારી જિંદગી ઘણી સારી છે

અમને પહેલાં એવું જ લાગતું કે અમારા જીવનમાં અમે જ દુઃખી છીએ પણ જ્યારે બીજાની વાત જાણી ત્યારે ખબર પડી કે એમના કરતાં તો અમારી જિંદગી ઘણી સારી છે. જરૂરી નથી કે જે વ્યક્તિ હસતી હોય તેને કોઈ દુઃખ જ ના હોય. ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં આવીને શીખ્યા કે જિંદગીમાં દુઃખ અને સુખના દિવસો તો આવે, પણ આપણે એ બધું જ સાચવી શકીએ છીએ.

~ રીતુ

 

ખૂબ જાણ્યું અને ક્યારેક તો આંખમાંથી આંસુ પણ આવી ગયાં

બહુ બધું શીખ્યા. ખૂબ જાણ્યું અને ક્યારેક તો આંખમાંથી આંસુ પણ આવી ગયાં. હું શીખ્યો કે તમને બધા ચીડવે અને તમે ચિડાઈ જાવ તો વધુ ચીડવે. જો તમે સામે કોઈ પ્રતિભાવ ના આપો તો બે-ત્રણ દિવસમાં એ તમને ચીડવવાનું બંધ કરશે.

~ આકાશ બ્રહ્મભટ્ટ

 

During the entire Dream India Camp I liked the most were Love and Friendship.

~ Anil Chawan

 

હું શીખી કે માણસ બહારથી જેવો દેખાય છે તેવો હોતો નથી

આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં હું શીખી કે માણસ બહારથી જેવો દેખાય છે તેવો હોતો નથી. તેની અંદર કેટલું દુઃખ અને સુખ છે એ જોવું જોઈએ. બીજું એ પણ શીખી કે દુનિયામાં જેટલી ચીજો છે બધી જ કામની અને ઉપયોગી છે.

~ આમેના રંગરેજ

 

પ્રેમ વહેંચવો અને જવાબદારી લેવી એ બે બાબત જિંદગીભર યાદ રહેશે અને એનાથી મારું જીવન પાર પાડી શકીશ.

~ અજય પડવી

 

બાળકોની અદાલત અંગે બાળકો જણાવે છે:

 

બધા સત્યવાદી થવાનું અને ખરો ન્યાય આપવાનું શીખ્યા

અદાલતની વ્યવસ્થાથી બાળકોને પોતાનામાં વિશ્વાસ જાગૃત થયો. બધા સત્યવાદી થવાનું અને ખરો ન્યાય આપવાનું શીખ્યા. હું જ્યૂરી મેમ્બર હતો અને જુદા જુદા પ્રશ્નો ઉકેલવાની અને ન્યાય આપવાની ખૂબ મજા આવી.

~ મહેન્દ્ર મકવાણા

 

We never lost trust in each other

It was like real parliament. We can put case against any one. But we never lost trust in each other.

~ Nirvi Jain

 

I liked the parliament because they always supported the truth.

~ Sparsh Madan

 

પોતાના પ્રિય સેશન વિશે બાળકોના પ્રતિભાવોના અંશ:

હું જવાબદારી ઉપાડીશ અને ખૂબ સારી રીતે નિભાવીશ

Who Am I? - નો સેશન ખૂબ ગમ્યો. એમાંથી હું જીવનમાં ખુશ રહેતા શીખી.

લીડરશિપના સેશનમાં જવાબદારી ઉપાડતા શીખી. હવે હું જવાબદારી ઉપાડીશ અને ખૂબ સારી રીતે નિભાવીશ.

~ નિષાદ મેનુ

 

‘ભંગારમાંથી વિજ્ઞાન’ એ સેશન ખૂબ ગમ્યો

‘ભંગારમાંથી વિજ્ઞાન’ એ સેશન ખૂબ ગમ્યો. જેને આપણે ભંગાર ગણીને ફેંકી દઈએ છીએ એમાંથી ઘણું બધું બનાવી શકાય છે.

~ યશ પટેલ

 

શીખીને બીજાને શીખવવામાં ખૂબ મજા આવી

મને ડાન્સ કરવાની, નવા નવા સ્ટેપ શીખવાની ખૂબ મજા આવી. અને શીખીને બીજાને શીખવવામાં પણ ખૂબ મજા આવી.

~ ક્રિષ્ના પંચાલ

 

કૅમ્પમાં ડાન્સ શીખવા મળ્યો એ મને બહુ ગમ્યું

મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ડાન્સ કર્યો ન હતો. કૅમ્પમાં ડાન્સ શીખવા મળ્યો એ મને બહુ ગમ્યું.

~ જ્યોતિ ઝાલા

 

 

Testimonials - Dream India Camps

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.