Testimonials - Oasis Valleys Campus & Farm Tour

સજીવ ખેતીનું મોડેલ ફાર્મ જોયા પછી વિદ્યાર્થીઓની લાગણીના અંશો:

 

જે હું જાણતો ન હતો તેવી જાણકારી મળી

નવી નવી જાણકારી અમને મળી. જે હું જાણતો ન હતો તેવી જાણકારી મળી. અહીં સજીવ ખેતીમાં ફળ, ઔષધિઓ, વૃક્ષો, મસાલા વગેરે સારા પ્રમાણમાં વિકસાવ્યા છે. જો એ પડતર જમીનમાં સારા એવા પાકો લઇ શકતા હોય તો આપણે પણ કેમ ના લઇ શકીએ? હવેથી હું પણ અમારી પડતર જમીનમાં વૃક્ષો, ફળ, મસાલાના પાકો સારા પ્રમાણમાં કરીશ; અળસિયા ખાતર પણ બનાવીશ. રોગો સામે રક્ષણ મેળવવા ગાયનું મૂત્ર અને સીતાફળ-લીમડાના પાંદડાં નાખી હું પણ દવા બનાવીશ અને રોગોનો નાશ કરીશ.

~ શિરીશ ચૌધરી

 

અમારા ગામના લોકોને આ પ્રયોગ સમજાવી તેમને પણ જાગૃત કરીશું

આ મોડેલ ફાર્મ ઘણું બધું શીખવે છે. ઘણી બધી ઔષધિઓમાંથી કઈ કઈ દવાઓ તથા પાઉડરો બનાવવામાં આવે છે તે જાણવા મળે છે અને ઘણાં બધાં ખાતરો તથા દવાઓની માહિતી મળી છે તેનો પ્રયોગ અમે પણ કરીશું.

અમારા ગામના લોકોને આ પ્રયોગ સમજાવી તેમને પણ જાગૃત કરીશું.

~ નિર્મલસિંહ ગોહિલ

 

જંગલ વિસ્તારમાં સજીવ ખેતી કરવામાં આવી છે તે ખૂબ જ બુદ્ધિશાળી કાર્ય છે

આ જગ્યા ખૂબ જ સરસ છે. આ સ્થળની જે પસંદગી કરવા આવી તે ખૂબ જ મહત્વનું લાગ્યું. જે જંગલ વિસ્તારમાં આ મોડેલ ફાર્મ સ્થાપી ત્યાં સજીવ ખેતી કરવામાં આવી છે તે ખૂબ જ બુદ્ધિશાળી કાર્ય છે.

આ મોડેલ ફાર્મમાં જે વૃક્ષો, ફળવાડી વગેરે છે, તે તમામ જૈવ-વિવિધતા રૂપે ઉગાડવામાં આવ્યાં છે તથા ઔષધિઓ પણ ઉગાડવામાં આવી છે - આ તમામ માહિતી ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે.

સૌથી અગત્યનું તો મને એ લાગ્યું કે સજીવ ખેતીમાં સજીવો જેવા કે જીવ-જંતુ, બેક્ટેરિયા, પશુ-પક્ષી વગેરેને પણ જીવન આપવામાં આવે છે.

~ મેહુલ વસાવા

 

અમારા ગામમાં આવું મોડેલ ફાર્મ ઊભું કરીશું

આ મોડેલ ફાર્મમાં મને સજીવ ખેતી ગમી અને તે કઈ રીતે થાય તેનો ખ્યાલ આવ્યો અને ઘણાં બધાં વૃક્ષ્રો વિશે જાણકારી મળી. અમે પણ અમારા ગામમાં આવું મોડેલ ફાર્મ ઊભું કરી શકીએ તેવી કોશિશ કરીશું.

~ હિરેન્દ્ર વસાવા

 

ગંગામા ચક્ર બનાવવામાં આવ્યું છે તે મને ખૂબ જ અદભુત લાગ્યું

ઓએસિસ વેલીઝ પર મુખત્વે જે અળસિયાનું ખાતર અને પશુઓનાં મળ-મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ જ સરસ છે. ખેડૂતોને ઓછા ખર્ચ ખેતી કરી શકે તે માટેની સમજણ આપે છે તે સરસ છે.

આ ખેતરમાં જે ગંગામા ચક્ર બનાવવામાં આવ્યું છે તે મને ખૂબ જ અદભુત લાગ્યું છે. ગંગામા ચક્રમાં એક જ ગુંઠાની જમીનમાં વિવિધ જાતની શાકભાજી વાવવામાં આવી છે જે એક ખૂબ જ વિચારવાનો વિષય છે. એમાંથી મને ખૂબ જ સમજવાનું મળ્યું છે.

~ દિવ્યેશ તડવી

 

આજુબાજુના લોકોને પણ આના વિશે માહિતી આપી તેમને પણ સજીવ ખેતી તરફ વાળીશું

અમને આ મોડેલ ફાર્મથી એ ફાયદો થયો કે અમે જયારે ખેતી કરીશું ત્યારે કુદરતી દવાઓનો ઉપયોગ કરીને સારો પાક મેળવીશું. જીવનમાં આપણા આજુબાજુના લોકોને પણ આના વિશે માહિતી આપી તેમને પણ સજીવ ખેતી તરફ વાળીશું. આપણા દેશમાં ખેતી રસાયણમુક્ત થાય અને ખેડૂતો સજીવ ખેતી કરતાં થાય તેવું મંતવ્ય છે.

~ ધવલ પ્રજાપતિ

Reflections after Environment Education Tour of Oasis Valleys:

 

I was shocked to know there were 5000 Trees on Oasis Valleys

The eco-tour in the morning was adventurous for a student who has visited many natural places.

The tour gave knowledge about organic farming and the importance of organic farming. I also learnt a lot about some of the micro-organisms which look simple but are very helpful to mankind.

During the tour I liked the solitude point (એકાંત સ્થળ) because I have never experienced that much silence ever. I was shocked when I came to know there are over 5000 trees and total 120 species!

~ Shrey, Std. 8

 

ખાડાટેકરાની વચ્ચે આવી ખેતી પહેલીવાર જોઈ

મને સૌથી વધુ મજા પક્ષીઓના અવાજ સાંભળવાની, પગથીયાં ચઢીને 'Sunset Point'ના બાંકડે બેસીને વાતચીત કરવાની, હાથમાં અળસિયું પકડવાની અને ગંગામા ચક્ર જોવાની આવી. રામફળનું નામ સાંભળ્યું હતું, આજે જોવા મળ્યું. ખાડાટેકરા વચ્ચે આવી ખેતી પહેલીવાર જોઈ અને બહુ મજા આવી.

~ હર્ષ, Std. 6

 

I enjoyed the farm visit

From this farm visit I learnt many things about trees, their usefulness & their nutritional value. The tree names which I was not knowing, I came to know very nicely.

The vermi-compost technique was very nice. I like it the most. We saw Gaushala and from it I learnt many things like - How cow is useful to us, how bio-gas is made from cow dung etc.

~ Nachita, Std. 7

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.