Testimonials - Awareness Rallies & Events

પરીક્ષાના ‘આકરા’ માહોલમાં દબાણ અનુભવતાં બાળકો પૂછી રહ્યાં છે ધારદાર પ્રશ્નો

“શું ગોખણપટ્ટીથી પાસ કરેલી પરીક્ષાનું પરિણામ જ મારું સાચું મૂલ્યાંકન છે?

શું માર્ક કે ટકા જ નક્કી કરે છે મારું ભવિષ્ય?                                                       

જો હું તમારા જ સપનાં માટે જીવીશ, તો, મારાં સપનાં માટે ક્યારે જીવીશ?

પરીક્ષાના પરિણામ અને સફળ-ઉમદા માણસ બનવાની મારી સંભાવનાને કેટલો સંબંધ છે?

શું તમને ખબર છે કે પરીક્ષાનું દબાણ મારી આગવી સૂઝબૂઝ અને ભાવના-જગતને છિન્ન-ભિન્ન કરી મૂકે છે?”

બાળકો ઝંખે છે પરીક્ષાના અસહ્ય દબાણથી આઝાદી...

બાળકોની સાચી સ્વતંત્રતા માટે ઝુંબેશ ઉપાડનાર ઓએસિસ સંસ્થાના નેજા હેઠળ તા. 28 માર્ચના રોજ સવારે ૯થી ૧૧માં બાળકોએ પરીક્ષાને લઈને તેમની ઉપર ઊભા કરાતાં દબાણ વિરુદ્ધ વડોદરા શહેરમાં એક રેલી કાઢી હતી. લગભગ ૯૦ જેટલાં બાળકોએ શહેરના ગાંધી નગરગૃહથી લઈને બદામડી બાગ, કલાભવન સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.

હાલની શિક્ષણ વ્યવસ્થામાં ગોખણપટ્ટી આધારિત પરીક્ષા પદ્ધતિ અને એને લઈને વધુ ટકાવારી લાવવા  ઊભા કરાતાં દબાણથી બાળકો પર થતી નકારાત્મક અસર વિશે શહેરીજનોને જાગૃત કરવા અને બાળકોને સાચી આઝાદી અપાવવા ઓએસિસ સંસ્થાએ આ કાર્યક્રમ યોજ્યો હતો. ઓએસિસ માને છે કે પરીક્ષાનું ખોટું દબાણ બાળકોની અનન્ય સર્જનાત્મકતાને મારી નાખે છે. મા-બાપ કે શિક્ષકોની ઊંચી અપેક્ષાઓના ભાર હેઠળ પરીક્ષાનો ડર અનુભવતાં બાળકનું ભાવનાત્મક વિશ્વ વિખરાઈ થઈ જાય છે અને ઘણી બધી વાર તે ડીપ્રેશનનો શિકાર બને છે.

શા માટે આ દબાણ? શું બાળકોને આગવી રીતે ખીલવાનો મોકો ના આપવો જોઈએ?

રેલીની સાથે સાથે બાળકોએ એક સહી ઝુંબેશ પણ ચલાવી હતી. જેમાં તેઓએ શહેરીજનો પાસે વચન લીધું હતું કે તેઓ તેમના બાળકોને પરીક્ષાઓમાં ઉચ્ચ ટકાવારી લાવવાના ખોટાં દબાણથી મુક્ત કરે, બાળકોને એમના સ્વપ્નો પૂરાં કરવા દેવા સ્વતંત્રતા આપે અને ફક્ત પરીક્ષાના પરિણામથી જ બાળકોનું મૂલ્યાંકન ના કરે.

“અમે રેલી માટે વડોદરા ગયા તો પહેલાં મને ડર લાગ્યો. પણ પછી મેં હિંમત કરી. સર્વે માટે મોકલ્યા તો લોકોના સવાલોના જવાબ આપ્યા. સૂત્રો બોલવાની અને બોલાવવાની પણ ખૂબ મજા આવી. રેલીનો અનુભવ સારો રહ્યો.”

- તારા કોટવાળીયા

“રેલી કાઢવાની અમને ખૂબ જ મજા આવી હતી. બાળકોની સાથે અન્યાય થાય છે તે માટે એમને ન્યાય અપાવવા અમે રેલી કાઢી હતી. આવી રેલીમાં અમે કોઈ દિવસ ગયા નથી.”

- નિમિષા વસાવા

“અમે વડોદરા શહેરમાં રેલી કાઢી. રેલીમાં ખૂબ મજા આવી. સૂત્રોચ્ચાર કર્યો અને લોકો સાથે વાતચીત કરી. મેં પહેલીવાર ભાગ લીધો અને મને ખૂબ આનંદ થયો.”

- રીટા જી. વસાવા

“અમે રેલી માટે બસમાં નીકળ્યા ત્યારે ખૂબ અજીબ લાગતું હતું. પણ, જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે ખૂબ આનંદ થયો. રેલી દ્વારા હું બાળકોના વાલીઓને જાગૃત કરીશ એવું વિચારીને મને મારા પર ગર્વ થતો હતો. લોકોને પ્રશ્નો પૂછ્યા તો કેટલાકે જવાબ આપ્યા અને કેટલાકે ખોટી સલાહો આપી. જુદો જ અનુભવ થયો.”

- નિર્ગુણા વસાવા

 

"This program, ‘Dialogue with Henry Readhead’, was very interesting and useful. It cleared some important doubts of my mind about the concept of freedom in Education system adopted by Summerhill School, U.K. I am really happy that I have attended this program and also thankful to Oasis for organizing such wonderful program."

~ Manilal T. Shah, Managing Trustee, Nannibala Charitable Trust, Kutch, Gujarat

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.