Testimonials - Annual Retreat

“આ ૨ દિવસોમાં જે ક્યારેય પણ ન મળે એટલું સુખ મળ્યું છે. જે ક્યારેય પણ ન મળે એવી હૃદયસ્પર્શી વાતો જાણી છે અને જે ક્યારેય પણ ન મળે તેવો એક સારી વ્યક્તિ બનવાનો રસ્તો અહીં મળ્યો છે.

Oasisની વાત જ કંઈક અલગ છે. અહીં ભલે તે નાની વસ્તુ પણ કેમ ન હોય, પણ તેની પાછળ ઘણું સારું અને આપણે કંઈક શીખવી જાય તેવું કારણ રહેલું હોય છે. પોતાની સારી-સારી વાતો તો બધાં કરશે પરંતુ પોતાની ખામીઓ અને ભૂલોને પણ જે સ્થળે સરળતાથી કહી શકાય તે સ્થળ તે Oasis છે. આ બે દિવસો મને લાઇફનો એક સબક શિખવાડી ગયા કે શ્રમ વગર કાંઈ મળતું નથી. અને જો શ્રમ વગર કાંઈ મળી જાય તો તેની કાંઈ કિંમત હોતી નથી.

અહીં માત્ર વ્યક્તિના ચહેરા પર smile નથી લાવવામાં આવતું પરંતુ તેના હૃદયમાં smile આપવામાં આવે છે. અહીં તો પ્રેમ વગર કોઈને થપ્પડ પણ મારવામાં નથી આવતી. ‘Oasis- A Selfless International Society’ આ નામમાં જ ખબર પડી જાય છે કે કોઈ પણ સ્વાર્થ વગર દુનિયાને કંઈક આપવું છે. જ્યાં આવીને હું મારી જાતને ભૂલી જાઉં છું મારા માટે એ છે Oasis.”  

- Dhruv Gohil

“આ રિટ્રીટ મારા માટે યાદગાર બની ગઈ કારણ કે દેશના જુદાજુદા લોકો સાથે મળીને, તેમને સાંભળીને ઘણી બધી સમજણ ઊભી થઈ. બધા લોકો એક જ વસ્તુમાં માને છે, પ્રેમ. સૌથી મોટો ધર્મ એ હવે મને લાગે છે કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પ્રેમ આપવો, એ છે. દુનિયાના દરેક ધર્મ, મહાન લોકો એ બીજું કંઈ નહીં પણ જિંદગીને પ્રેમથી જીવતા અને શીખવામાં માને છે. અહીં આવીને ફરીથી પર્વત જેવો ઉત્સાહ અને સમુદ્ર જેટલી શક્તિ હું લઈને જવાનો છું.”

- Ravi Telugu

“મને આ દિવસમાં શીખવા મળ્યું કે, જે વાત દિલથી નીકળે છે તેને સમજાવવી પડતી નથી, હુર પાસેથી એ શીખવા મળ્યું કે મનને જોવા માટે આંખોની જરૂર નથી અને સારા માણસો સાચી દિશામાં લઈ જવા માટે મળી જાય છે; શોધવાની જરૂર પડતી નથી.

Oasis એટલે પ્રેમ કરો આગળ બધું મળી જશે આપો આપ...” 

- Premlata Sajwani

, હું ઓએસિસ સાથે લગભગ ૪ વર્ષથી જોડાયેલો છું. બધા પૂછતાં, ત્યાં જઈને તમે કરો છો શું? તો એનો જવાબ શબ્દોમાં આપવો કઠિન હતું. કેમકે અહીં જે કંઈ પણ થાય છે તે કહેવાની નહીં પરંતુ અનુભવવાની જરૂર હોય છે. તો પણ એનો કોઈ શાબ્દિક જવાબ શોધવા હું મથામણ કરતો રહ્યો. છેવટે એ જવાબ મળી જ ગયો. જ્યારે વડીલો એમ કહેતા કે ‘ગીતા’નું વાંચન કરો, પઠન કરો, રોજ એક અધ્યાય વાંચો; તો આજે ઓએસિસમાં આવ્યા પછી એમ થાય છે કે ‘ગીતા’ એ વાંચવાની વસ્તુ નથી પરંતુ જીવવાની વસ્તુ છે.  તો ‘Oasis’માં કેમ જાઓ છો તેનો જવાબ છે-

અમે Oasisમાં જઈએ છીએ ‘ગીતા’ને કેમ જીવવી એ શીખવા માટે.”

- Kunjalkumar Desai

બાળકોએ કંઈક જાદુ ચલાવ્યો છે, એવો જાદુ કે જે મારી રાતની ઊંઘ ઉડાવી ગયો. અને મને વિચારતી કરી દીધી કે જે સમય ચાલી ગયો છે તેનો અફસોસ નહીં કરી જે સમય હાથમાં છે તેમાં કામ કરી લઉં. બાળકોએ મારા મન-મસ્તિષ્ક અને આત્મામાં જે જ્યોતિ પ્રજ્વલિત કરી છે તેને બુઝાવા ન દેવી તે હવે મારી જવાબદારી છે.”    

- Sunita Pandit

“ત્રણ દિવસની રિટ્રીટ પછી ઘરે જતાં હૃદય ભારે થઈ ગયું છે. અને એ જ હૃદયે મારા દિલની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છું.

સૌ પ્રથમ કાશ્મીરની ટીમ વિશે જણાવું. મગજમાં કાશ્મીર અને કાશ્મીરના લોકો વિશે ખૂબ જ જુદી માન્યતાઓ હતી. પણ કેટલા પ્રેમાળ લોકો, કેટલી સહજતાથી ઓએસિસના કુટુંબ સાથે ભળી ગયા, કેટલી સહજતાથી આપણા દેશની અખંડિતતાને એકી અવાજે વધાવી લીધી, કેટલી સહજતાથી તેમની ટીમના સભ્યોએ આપણી સાથે તેમના વિચારો વહેંચ્યા, આ અનુભૂતિએ એક વાતનો ખ્યાલ મારા મનમાં ચોક્કસથી રોપી દીધો કે ‘પ્રેમ’ એ જ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ છે અને જો તેના બાળકો ઓએસિસની પ્રોસેસમાંથી પસાર થાય તો ચોક્કસ જ ભારતનું ભાગ્ય ખૂબ ઊજળું છે.

- Uday Desai

“Retreat is a highlight of my life.

It is heartwarming and inspiring to learn stories of children and how they are transformed. Sanjivbhai, Sheebaben and whole team to be complimented for ensuring and creating such program and providing nurturing environment for kids to flourish.

Thanks.

- Pravin Shah

As I love the company of children and like to be with them, I would like to share my learning from sharing of Vineet, Krina and the Navsari team.

Their struggle has motivated me to work more and more in the direction of my heart. They have charged me to follow my heart. The Navsari team has helped me to recall my mission. Though I am a follower of what my heart said but at times a fearful person. They have helped me to break the chain.

And finally, I salute and honor the commitment of all the family members of Kashmir, who came here, just for 3 days. I have never seen commitment of such level. Thank you.”

- Rushin Naik

“OASIS FAMILY - OUR FAMILY

A small world in itself. I am proud and blessed to be a part, rather member of this family. Got so much love from the family, right from the tiny hearts (sweet children) up to the bigger hearts. Let our “FAMILY” flourish and prosper and may we touch more and more hearts.

Got inspired so much that wish that such a family reaches all the nooks and corners of the world, so that this world becomes the “HAPPIEST” place to live in.

Wish to meet the family again and again.

STAY BLESSED.

Oasis has definitely created a UTOPIAN SOCIETY where love prevails. Thanks.”

- Anjum Afshan

It is not knowledge or skill that matters in education but to share the knowledge with love towards children is a great thing.

The most important thing that I learnt from this program is the patience of listening. TO listen more is to gain more.

One more important thing that I learnt is how to deal with the children with special need. The live example is of ‘Hoor’ who changed me a lot. God has given her the courage of a talent which one cannot learn after a lot of experience in the field.

I wish to have such more programs to encourage us to become a good human being.”

- Gulam Hassan War

“Oasis

एक आशा है, जो निराश मनो को जगाती है।

एक भाषा है, जो दिल से दिल की होती।

Oasis

एक परिभाषा है, नवचेतना की उम्मीद है!

एक अभिलाषा है, हर जीवन कि ताकद है!

Oasis

एक जीवन है, अपनापन है, और एकांत भी!

सादगी, निर्मल आनंद और सरलता की पुंजी है!

Oasis

एक संघटन है, उसकी कोई सीमा नहीं।

अब एसा है जिसके बगैर जीना नहीं!

Oasis की हाकल है,

Oasis की शक्ति है

इसकी इतनी गति है, वो हम सबको पानी है!

Oasis आनंद है, जीवन है, चैतन्य है!

Oasis हम सबको Oasis बना देती है!”       

- Madhavi Wagh

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.