Jyotirdhar Abhiyaan-Testimonials from Participants

શું કહે છે ‘હું છું જ્યોતિર્ધર’ અભિયાન સાથે જોડાયેલ મિત્રો? 

“આ કાર્યશાળાથી ખૂબ આનંદની લાગણી અનુભવું છું. કાર્યશાળામાં બધા જ વ્યક્તિના વિઝન અને મિશન વધુ સ્પષ્ટ થયાં. અને તેમાં કેવી રીતે આગળ વધવું જોઈએ તે બધા જ વ્યક્તિઓના શેરિંગ દ્વારા સરસ રીતે સ્પષ્ટ થયું.”

- જગદીશ ગોન્ધલીયા

“આ કાર્યશાળા દ્વારા હું મારી નબળાઈઓને જોઈ શક્યો છું. એની સાથે સાથે મારી સારી બાબતો વિશે પણ મારી ઓળખાણ થઈ છે. તો નબળાઈઓને દૂર કરી અને સારી બાબતોને વધુ વિકસાવવાથી આત્મવિશ્વાસમાં જે વધારો થશે તેનાથી મારા અંગત/વ્યાવસાયિક કાર્યોમાં ખૂબ ઝડપથી આગળ વધી શકાશે.”

- સુધીરકુમાર ખેણી

“આ કાર્યશાળામાં જોડાવા બદલ હું મારી જાતને ધન્યવાદ આપું છું. આ કાર્યશાળામાં જીવનને જોવાની જે નવી દૃષ્ટિ મળી તેથી ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.”

- મમતા નાયક

“કાર્યશાળા દરમિયાન સમજાયું કે સ્કૂલમાંથી શિક્ષકોને છૂટા કરી દેવા કરતાં તેમણે સાથે રાખી બીજી પ્રવૃત્તિઓ દ્વારા ઘડવા, તૈયાર કરવા. તે જ રીતે ઘરમાં / પરિવારમાં સહકાર આપી / ન આપી  શકતી વ્યક્તિઓને અવગણ્યા કરવાને  બદલે તેઓ કઈ બાબતમાં સાથે ઊભા રહેવા તૈયાર છે તે જોવાનું શરૂ કરતાં કાર્યક્ષમતા વધી અને બળ મળ્યું.”

- અખિલેશ પુરોહિત

“સમગ્રપણે કાર્યશાળાથી અંગત જીવનમાં અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ઉપયોગી થયેલ છે. કારણ કે પહેલાં કામ કરવામાં પડકારો –પીડાઓ આવતી તેની તે સમયે જે સમજણ હતી તે પ્રમાણે મૂલવતાં હતા. શિબિર બાદ સમજણ આવી છે; પીડા –પડકારો-મુશ્કેલીને ઓપરેશન કરી તેના મૂળ સુધી ધીરજથી જઈ શકવા માટે સક્ષમ થયા છીએ.”                       

- હારુન વિરલ

એ વાતનો આનંદ થયો કે આપણું જીવન કેટલું અમૂલ્ય છે. આપણા સ્વપ્નો કેટલાં મૂલ્યવાન છે. તેનો ખ્યાલ આવ્યો. આ ખ્યાલ માત્ર ને માત્ર જ્યોતિર્ધરની કાર્યશાળા દ્વારા આવ્યો. કારણ કે, જ્યોતિર્ધરના વિચારોને ઊંડાણ સુધી લઈ જતા ખૂબ જ સારી બાબતો જાણવા મળી છે. જે મને ખૂબ જ સ્પર્શી છે.”                                                                                             - સૂર્યકાંત પ્રજાપતિ

“હું પહેલા ખૂબ જિદ્દી સ્વભાવની હતી. તેના કારણે હું કોઈની સામે માફી નહોતી માંગતી, પણ આ કાર્યશાળામાં હું શીખી કે મારી જે પણ ભૂલો થાય અથવા થશે તો હું તરત જ સામેવાળા વ્યક્તિ પાસે જઈને માફી માંગીશ.”

- ખુશ્બુ પ્રજાપતિ

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.