Testimonials - Freedom Parenting Workshop

“આ વર્કશોપ મારા જીવનનો વળાંક સાબિત થશે એવું મને લાગ્યું. આ વર્કશોપમાં જરા પણ કંટાળો અનુભવ્યો નથી. બાળકોની નજીક રહેવા માટે, બાળકની સ્વતંત્રતા વિશે, સમાન હકો વિશે આ શિબિરમાંથી શીખવા અને જાણવા મળ્યું. ખૂબ જ સારો અનુભવ એ રહ્યો કે મારા મગજની કસરત થઈ અને એના કારણે હું મારો બેસ્ટ નિર્ણય વિચારી શકી આ વર્કશોપમાં હું પણ એક વિદ્યાર્થી છું એવી લાગણી થતી હતી. બાળકોનાં મન સુધી પહોચવા માટે મારે મારામાં શું બદલાવ લાવવો પડશે એ આ વર્કશોપમાંથી શીખવા મળ્યું. આજ દિન સુધી હું શિક્ષક તરીકે મારા ચશ્માં જ બરાબર છે એમ માનતી હતી. પણ હવે મને એવું લાગ્યું કે મારે મારા ચશ્માં બદલવા જ રહ્યા.”

- દિનલ મહેતા

“વર્કશોપ અસ્મરણીય અને અવર્ણનીય રહ્યો. હમેશાં શાળામાં માત્ર આચાર્યા અને શિક્ષકોને જ હક્ક હોય એ મનાંકન તૂટ્યું. આથી બારીઓ ઉઘડી. બાળકોને, વાલીને તથા અન્ય શાળાપરિવારને એમના હક્કો આપવાથી જે જે ફાયદાઓ અને દરેકનો વિકાસ કલ્પનાશક્તિમાં જોવા મળ્યો. દરેક વખતે હું કરું એ જ સાચું એને બદલે સારું એ જ મારું, સાચું એજ મારું, એ હૃદય ભાવનાનો જન્મ થયો. સહકાર્યકરો, વાલીઓ અને બાળકો માટે વધુ કામ કરવા માટેની સ્પેસ મળી. ‘તારા વગર ચાલશે, જવા માંડ’ એ વાક્યને બદલે ‘તમારા વગર કેવી રીતે ચાલે? તમે તો જોઈએ જ’ આ વાક્યની પીડામાંથી પસાર થઈ મારા હૃદયે નવો જન્મ આપ્યો. બહુ જ ખુશ.”

- સ્વેતા દેસાઈ

 “હું એવું વિચારતી હતી કે મા તરીકે અથવા તો એક શિક્ષિકા તરીકે તો મારી બાળકને સમજવાની ક્ષમતા વિકસી. ઓપન વિચારો રાખી હવે પછી મારા બાળકો સાથેની વર્તણૂકમાં ઘણો ફેરફાર થશે તે અનુભવી રહી છું.”

- જયશ્રી મૈસુરિયા

“આ બે દિવસના વર્કશોપમાં મને સ્પર્શી ગયેલી બાબતની વાત કરું તો, એક, બાળકને સ્વંત્રતા આપવી જોઈએ અને તે પણ તેમની સીમા પ્રમાણે; બીજું કે બાળકો પ્રત્યે મારી ધીરજ અને પ્રેમભર્યો વ્યવહાર હશે તો દરેક બાળક સ્વતંત્ર રીતે તેનો વિકાસ કરી શકશે.”                                                                                                 

- મનીષ પટેલ

“આ બે દિવસના વર્કશોપમાં મને જો સૌથી વધુ જાણવા મળ્યું હોય તો તે બાળકોની નજીક કેવી રીતે જવું. બાળકો સાથે આપણે કેવી રીતે વર્તન કરવું, તેમને પ્રેમ દ્વારા સમજ આપવી જેવી બાબતો જાણવા મળી. આ વર્કશોપના આયોજન દ્વારા અમને ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ વિશે ઉકેલ મળ્યા. આ ઊપરાંત બધા શિક્ષકો સાથે ગ્રુપમાં કામ કરવાથી ઘણા પ્રશ્નો પણ હલ થયા. મારા પ્રશ્ન દ્વારા મને ખબર પડી કે બાળકોની સમસ્યાઓ આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ.”

- સરોજ પટેલ

“ઓએસિસના બે દિવસના ફ્રિડમ પેરેન્ટિંગ વર્કશોપમાં અમને ખૂબ જ આનંદ આવ્યો. ઘણાં પ્રોબ્લેમની રજૂઆત થઈ. અમારી બાળકોને લઈને ઘણી મુશ્કેલીઓ હતી, એ મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર નીકળી શકીએ તે ખૂબ જ સરસ રીતે અમને જાણવા મળ્યું. બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ તે સમજવા મળ્યું. અભ્યાસમાં રૂચી  ન રાખતાં બાળકોને કઈ રીતે અભ્યાસ તરફ વાળી શકાય તે સમજ પડી. બિનશરતી પ્રેમ, ગમતી પ્રવૃત્તિ, સ્વંત્રતા આપવી અને ઘણા મુદાની ચર્ચા કરી. ખૂબજ સરસ અનુભવ રહ્યો.”

- કિશોરીબેન હિરાણી

“જીવનનો હકારાત્મક વલણ લેવા માટેનો અનુભવ મળ્યો. જીવનમાં દરેક બાબતમાં વિશ્વાસ જે હોવો જોઈએ તે બિનશરતી હોવો જોઈએ તેની સમજણ મળી. બાળક સાથે કેવાં વ્યવહાર-વર્તન કરવા અને તેના દ્વારા આદર મેળવી અરસપરસ માન આપી અને મેળવોની સમજ કેળવાઈ. વિશ્વાસ રાખી કામ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે જ છે. ધીરજ, કુનેહ અને વર્તણૂક દ્વારા બાળકના જીવનમાં પરિવર્તન લાવી શકાય. સમયનું યોગદાન એકાદ જીવનને બદલવા સહભાગી બનાવી શકે તેનો અનુભવ થયો.”

- નીલમબેન રાવલ

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.