Reviews of Oasis Publications

મહાન હૃદયોના સારેગમપધનિ

 

ગુજરાત માટે આ પુસ્તક એક સરસ ભેટ બની રહ્યું છે

“મહાન હૃદયોના સારેગમપધનિ” ખૂબ પ્રેમથી વાંચ્યું છે અને ખૂબ સરસ પ્રેરણાઓ મેળવી છે. ગુજરાત માટે આ પુસ્તક એક સરસ ભેટ બની રહ્યું છે. કેટલાંક પુસ્તકો એવાં હોય છે કે જે ખૂબ લાંબા કાળ સુધી એટલાં જ અર્થપૂર્ણ રહે છે. આ પુસ્તક પણ એવું જ છે.

~ કાંતિસેન શ્રોફ, ભુજ – કચ્છ

 

જે લોકો જીવનપ્રેમી છે, જીવનની ક્ષણેક્ષણને ભરપૂર રીતે જીવવા માગે છે, તેમણે આ પુસ્તક વાંચવું ફરજિયાત છે

“મહાન હૃદયોના સારેગમપધનિ”માં પથરાયેલી અને સમજાવાયેલી ટેવો વાંચીએ ત્યારે કોઈ ધર્મગ્રંથ વાંચતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે. ઊંડા વિચાર, દર્શન તથા ડહાપણના સારરૂપે આ પુસ્તક લખાયું છે. ગુજરાતીમાં પણ તેને એટલી સરળતાથી ઉતાર્યું છે કે કઠિન વિચારો વાંચવામાં સરળ લાગે છે.

~ હરેશ ધોળકિયા, કચ્છમિત્ર, ભુજ

 

"મહાન હૃદયોના સારેગમપધનિ”ના સાત પગથિયાં સમજવાથી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક સાચા માનવીનું નિર્માણ થાય છે."

જેમ સંગીતમાં સાત સૂરનું જ્ઞાન મેળવીને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક મધુર સંગીતનું નિર્માણ થાય છે તેમ જ “મહાન હૃદયોના સારેગમપધનિ”ના સાત પગથિયાં સમજવાથી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક સાચા માનવીનું નિર્માણ થાય છે. હું જ મારી આજ માટે જવાબદાર છું અને મારી કાલ હું આજે જ બનાવી રહ્યો છું – આ વાત મને આ પુસ્તકમાંથી સચોટ રીતે જાણવા, સમજવા અને અનુભવવા મળી છે.

-સિદ્ધાર્થ મહેતા, શૈરુ જેમ્સ, સુરત

 

 

ચારિત્ર્ય ઘડતરની મહત્તા સિદ્ધ કરતું પુસ્તક છે “મહાન હૃદયોના સારેગમપધનિ”

"ચારિત્ર્ય દ્વારા જ વ્યક્તિત્વ ઘડાતું હોય છે અને એ દ્વારા જ જીવન પામી શકાય છે. ચારિત્ર્ય ઘડતરની મહત્તા સિદ્ધ કરતું પુસ્તક છે “મહાન હૃદયોના સારેગમપધનિ”."

-નવગુજરાત ટાઈમ્સ, ૧૯૯૮

 

 

“મહાન હૃદયોના સારેગમપધનિ” સંભાળવા માટે સક્ષમ અને સૂક્ષ્મ શ્રવણેન્દ્રિય જોઈએ

પ્રતિભાશાળી વ્યક્તિઓના જીવનસંગીતની એ સૂરાવલિ આલાપવા જીવન સમગ્રના આરોહ અને અવરોહની સાથે લયબદ્ધ થઈ પછી નિર્બંધ વહેવું પડે. સંજીવ શાહમાં આ બધી સજ્જતા ભારોભાર પડી છે. એમની વાતમાં આત્મપ્રતીતિનો રણકો છે; Concern (સચિંતા) અને Conviction (પ્રતીતિ) એકરૂપ થઈને પ્રગટે છે.

-પ્રબોધ ર. જોશી, તંત્રી – ઉદ્દેશ, અમદાવાદ

 

 

આ પુસ્તક કોઈ પણ મનુષ્યને ઉપલકિયું જીવન જીવવું છોડી, વધુ ઊંડાણપૂર્વક જીવવા પ્રેરે છે

વાંચતાં થંભી જઈએ અને વિચારે ચઢી જઈએ એવા અનેક વિચારો “મહાન હૃદયોના સારેગમપધનિ” પુસ્તકમાં સમાવિષ્ટ છે. આ પુસ્તક કોઈ પણ મનુષ્યને ઉપલકિયું જીવન જીવવું છોડી, વધુ ઊંડાણપૂર્વક જીવવા પ્રેરે છે – મનુષ્ય પોતાના હૃદયની સચ્ચાઈની તાકાતે જ છેવટે ટટ્ટાર ઊભો રહી શકે છે.

-સુવર્ણભાનુ, લોકસત્તા – જનસત્તા, ૨૦૦૧, વડોદરા

 

The quotations in the book “Mahan Hrudayona SaReGaMaPaDhaNi” are very inspiring.

Thanks & Regards

~ Dilip Chauhan, Sr. Manager- Corpo. Comm.

Cadila Pharmaceuticals Ltd., Ahmedabad

વારિસ - રણમાં ખીલેલું પુષ્પ

 

“Hello Waris,It was nice meeting you virtually through your book ‘The Desert Flower (Waris- Ranma Khilelu Pushp)’. I must say, you are the most extra-ordinary, the bravest, the most beautiful in the whole world. You are serving as a perfect idol to me. Your book really leaves me with tears and respect for you in eyes. Every single page makes me feel that you are really very special. Your complete life is inspiring for me.”

 

Bhoomi Shah, Student of Amity School, Bharuch

 

“Hearty compliments for making Waris Dirie's book available in Gujarati. May yours and Waris's efforts help, the upliftment of women of kutch's rann region. A good seed sown with right volitions…brings right fruits at right time."

- Kusum & Vijay Shah, NuTech farm, Rayan, Kutch

 

“Heartiest compliments and thanks for Desert Flower. Your work caused a disturbed night.”

- Sanjay Shreepad Bhave, Ahmedabad

 

“I have gone through your translated-book i.e. Waris... in a single sitting in a bus journey.. Marvelous attempt.”

- Tarun Shah, Ahmedabad

 

“The book goes straight to the heart and brings tears. I wish to share this book with as many people as I can...”

 

-Jaymin Bhachech

 

 

કેળવણીની ભેટ

 

અર્થોપાર્જન માટેની કેળવણી એ તો જીવનનો ખૂબ મર્યાદિત ભાગ છે.

 

‘કેળવણીની ભેટ’ પુસ્તિકા મળી, આભાર. આ પુસ્તિકા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને કંઈક ને કંઈક પ્રેરણા જરૂર આપશે તેમ લાગે છે.

સાચી સંસ્કારલક્ષી કેળવણી ઘર આંગણે માતા-પિતા અને પરિવારજનો પાસેથી જ મળી શકે. ચોક્કસ વિષય – ઇન્દ્રિયોની વિકાસલક્ષી કેળવણી તેના નિષ્ણાત પાસેથી મળી રહે. જીવનલક્ષી કેળવણીનો પાયો શારીરિક, માનસિક, આધ્યાત્મિક સમાંતર વિકાસ છે. આ માટે ઘરનું વાતાવરણ અને માતા-પિતાની આ દિશાની સમજણ બાળકના જીવનલક્ષી વિકાસને આગળ ધપાવવા બળ પૂરું પાડે છે.

સિલેબસ નક્કી કરતી શાળા-કૉલેજો વિદ્યાર્થીને જે શીખવું છે તેમાં અવરોધ પેદા કરે છે. શું શીખનાર પોતાનો સિલેબસ બનાવે અને શિક્ષક તે સિલેબસ પૂરો કરવા મદદરૂપ ન થઈ શકે? મારે શીખવું છે તે ક્યાંથી, કોની પાસે, કેવી રીતે, કયા સાધનોથી શીખાય તે શોધી કાઢવામાં વાલી, માતા-પિતા, શિક્ષકો બાળકને મદદરૂપ થાય તો શીખવાનો આનંદ બાળકને મળે. આમાં સ્વમુલ્યાંકન વધુ મહત્વનું લાગે છે. મારે જે શીખવું છે તેમાં ક્યાં – કેટલી કચાસ છે તે નક્કી કરી શકનાર વિદ્યાર્થી ધાર્યા કરતાં ઓછા સમયમાં તે શીખી શકે છે.

અર્થોપાર્જન માટેની કેળવણી એ તો જીવનનો ખૂબ મર્યાદિત ભાગ છે. તેને જ માત્ર કેળવણી માની કેટલી મોટી ભૂલ આજની શિક્ષણ વ્યવસ્થા કરી રહી છે તે તો આગામી પેઢીઓ જ વિસ્તારથી લખી શકશે. માનવીય જીવન જીવવાની ભૂખ જેટલી જલદી ઊઘડે એટલું સારું.

~ ધીરેન્દ્ર, સ્મિતા, વિશ્વેન, ભાર્ગવગામ સાકવા, જિ.રાજપીપળા

 

What Then Must We Do?

 

 

"'What Then Must We Do?’ was translated into Gujarati language in 1928. Perhaps it would be convenient to publish translations into other India languages based upon the condensation that is offered here."

Mahendra Meghani

 

“Not only the followers of Gandhi, but all those who nurture the desire of joy & happiness for humanity at large, should read this sacred text again & again.”

Manubhai Pancholi

 

“This is a very dangerous book. It awakens us, causes uneasiness, enlightens our religion.

Reading this book is like adding a sour pebble of repentance into the milk of luxury and comfort. This pain can be lessened only if we change our lives. This book is not an easy reading – but enough to keep a cultured man absorbed till the last page.

Kaka Kalelkar

 

“All the disharmony and imbalances existing in the world today is because we have forgotten the natural law – the law of bread labour. Simply enough, Bread Labour means – he who does no labour, is not entitled to eat. Tolstoy’s language has a miraculous effect because he practiced what he preached.”

Mahatma Gandhi

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.