Jyotirdhar Abhiyaan-Questions of True Teachers

આ અભિયાનમાં જોડાવાથી મને શું મળશે 
શું તમારી પણ આવી કોઈ સમસ્યા છે? 

 • હું મારા ઘર અને શાળા વચ્ચે હંમેશાં તંગદિલી અનુભવું છું.

 • મારા જીવનમાં મને કોઈ હેતુ જ દેખાતો નથી. હું શું કરું?

 • મને જીવનમાં આનંદ અને સંતોષ પ્રાપ્ત થતો નથી. હું શું કરું?

 • હું સતત તાણ/તણાવ અનુભવું છું. મને નકારાત્મક લાગણીઓ/વિચારો આવ્યા કરે છે.

 • હું દુનિયાની નજરે ‘સફળ’ છું પણ અંદરથી પરેશાન છું. શા માટે મને મારું જીવન અધૂરું લાગે છે?

 • હું કાયમ જીવનની કટોકટીમાં જ ફસાયેલો રહું છું.

 • કેમ મારું મારી પોતાની જાત પર નિયંત્રણ નથી અને મારી લાગણીઓ અનિયંત્રિત થઈ જાય છે?

 • કેમ મારું મન સતત વ્યર્થ, બિનઉત્પાદક વિચારોમાં અટવાયેલું રહે છે?

 • ખૂબ પરિશ્રમ કરવા છતાં કેમ મને આનંદનો અનુભવ થતો નથી, મારે જે જોઈએ છે તે મને મળતું નથી?

 • કેમ મને સતત પરિશ્રમ અને માનસિક થાકનો અનુભવ થાય છે?

 • શા માટે હું શાળા અને પરિવાર બન્નેને એક સરખો ન્યાય આપવામાં અતિશય મૂંઝવણ અનુભવું છું?

 • મારા પતિ/મારી પત્ની સાથેનો મારો સંબંધ દિવસે દિવસે ખરાબ થતો જાય છે.

 • શા માટે મને પરિવારમાં યાંત્રિકતા અને તણાવનો સતત અનુભવ થાય છે?

 • મને મારા કુટુંબ માટે સમય જ નથી રહેતો.

 • અમારા કુટુંબમાં વાતાવરણ જ સારું નથી.

 • અમારાં સંતાનોને અમે બધું જ આપીએ છીએ, છતાં તેઓનો વિકાસ નથી થઈ રહ્યો. એમ કેમ?

 • મારા બધા જ સંબંધો છીછરા છે અને એમાં ઉપરછલ્લાપણું હોય છે, જે મને ખૂબ પીડા આપે છે. આવું કેમ થાય છે?

 • મને એ નથી સમજાતું કે બાળક શિક્ષણ માટે છે કે શિક્ષણ બાળક માટે?

 • શું વિદ્યાર્થી ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવે એટલે એને શ્રેષ્ઠ કે આદર્શ વિદ્યાર્થી ગણી શકાય?

 • બાળકોને ટયૂશનની ગુલામીમાંથી ક્યારે મુક્ત કરીશું? એ માટે શું કરી શકાય?

 • શું ૧૦ કે ૧૨માં સંતોષકારક માર્ક્સ ન મળે તો વિદ્યાર્થી જીવનની બધી જ તકો ગુમાવી દે છે એવું કહી શકાય ખરું?

 • ગ્રાન્ટેડ શાળાઓમાં વધુ પડતી સલામતીને કારણે નિષ્ઠા ઓછી થતી જાય છે, સ્વધર્મ ભુલાતો જાય છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ શું?

 • શું શાળાનું ૧૦૦% પરિણામ આવે એટલે શાળા શ્રેષ્ઠ ગણાય ખરી?

 • હાલમાં શૈક્ષણિક ગુણવત્તાને બદલે વહીવટી બાબત વધારે સમય માંગી લે છે, એના વિકલ્પો શું?

 • ઉચ્ચત્તમ ગુણવત્તાવાળી શાળા કેવી રીતે બનાવવી?

 • શાળા સામાજિક ચેતનાનું કેન્દ્ર કેવી રીતે બની શકે?

 • હું શાળાને વ્યવસ્થા પૂરી પડી શકું છું, પણ નેતૃત્વ કેમ પૂરું પાડી શકતો નથી?

 • શાળામાં જૂથબંધી ચાલે છે, પણ જૂથકાર્ય થતાં નથી. તેના માટે શું કરવું?

 • બાળકોને વારંવાર નકારાત્મક શબ્દો કે વિચારો દ્વારા પ્રહાર કરતા શિક્ષકને કેવી રીતે સાચી દિશામાં દોરી શકાય?

 • મારા સાથી શિક્ષકોને મારી ખૂબ ઈર્ષ્યા આવે છે તે બાબતે હું શું કરી શકું?

 • શા માટે મને આચાર્ય અને સાથી શિક્ષકો પ્રત્યે હંમેશાં અસંતોષ/ઈર્ષ્યા રહ્યાં કરે છે, જેથી શાળા માટે એક સમર્પિત ટીમ તરીકે કાર્ય થઈ શકતું નથી.

 • શિક્ષક હોવાનો અર્થ શું? મારા જીવનની યથાર્થતા શું?

 • સામાન્ય મનુષ્ય કે શિક્ષક મહાન કેવી રીતે બની શકે?

 • આજના બાળકોનું સ્તર જોતાં મારે મારામાં કયાં પરિવર્તનો કરવા જોઈએ?

 • શું હું એક એવો વિદ્યાર્થી તૈયાર કરી શકું જે આખા રાષ્ટ્રમાં પરિવર્તન લાવી શકે, એનું ખમતીધર નેતૃત્વ કરી શકે?

 • હું શ્રેષ્ઠ શિક્ષણ આપું છું, વિદ્યાર્થી ખૂબ સારા ગુણે પાસ થાય છે. મોટી મોટી ડિગ્રીઓ હાંસલ કરે છે – છતાં તે કેમ..

  • મોટા થઈને ભ્રષ્ટાચારી બને છે?

  • કેમ સંવેદના ગુમાવે છે? રાષ્ટ્ર અને સમાજ માટે સમર્પિત થતા નથી?

 • વિદ્યાર્થીઓ સાથે ન ઇચ્છવા છતાં શા માટે મારાથી કઠોર વ્યવહાર થઈ જાય છે.

 • મને વિદ્યાર્થીઓની વર્તન અંગેની સમસ્યાઓ સમજવામાં અને ઉકેલવામાં શા માટે નિષ્ફળતા મળે છે? શા માટે હું તેને સાચું માર્ગદર્શન આપી શકતો નથી?

 • શિક્ષક અને બાળક વચ્ચેનું માનસિક તાદાત્મ્ય કેવી રીતે સાધી શકાય?

 • ગ્રામ્ય વિસ્તારમાં શાળા અને સમાજ વચ્ચેનું તાદાત્મ્ય કેવી રીતે સાધી શકાય?

 • મા-બાપની ગેરવ્યાજબી અપેક્ષાઓના ભારને કારણે બાળક બાળપણ તો ગુમાવે જ છે પરંતુ સાથે સાથે એનું સમગ્ર વ્યક્તિત્વ/ચારિત્ર્ય પણ ભાંગીને ભુક્કો થઈ જાય છે. એને અટકાવવા માટે શું કરી શકાય?

 • માત્ર પરીક્ષાના ગુણોથી બાળકોને મૂલવવાથી શું બાળકોનો જીવન જીવવા માટેનો મહત્ત્વનો સર્વાંગી વિકાસ રૂંધાઈ નથી રહ્યો?

 • શિસ્તપાલન સંદર્ભે સમસ્યારૂપ બનતાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો?

 • બાળકો આપઘાત કેમ કરે છે? આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આપઘાત કરતાં હોવા છતાં દેશ કે સમાજમાં ખળભળાટ કેમ નથી અનુભવાતો?

 • વિદ્યાર્થીઓને વાંચતાં અને રમતાં કેવી રીતે કરવા?

 • અમારા બાળક પર અમે અસર ક્યારે નીપજાવી શકીએ?

 • આજનાં બાળકો શું ઝંખે છે? એમની અપેક્ષાનાં માર્ગદર્શનનાં ક્ષેત્રો કયાં છે?

 • આજના બાળકોની સાચી સમસ્યાઓને હું કેમ ઓળખી શક્યો નથી?

 • અમે અમારાં બાળકોને જવાબદારીની ભાવના કેવી રીતે શીખવી શકીએ?

 • અમારાં બાળકો અમારી સાથે ખુલ્લાં મને વાત કરતા નથી.

 • આજનાં બાળકો માટેનો વાલીઓનો દૃષ્ટિકોણ મને સમજાતો નથી.

 • વાલીઓને એમના સંતાનોનાં જીવનઘડતર માટે કેવી રીતે જાગૃત કરી શકાય? ‘સંતતિ દેવો ભવઃ’-નો સંદેશ કેવી રીતે આપી શકાય?

 • વાલીઓને કેવી તાલીમ આપવી જોઈએ જેથી શાળાનું, શિક્ષકનું ઘણું બધું કામ હળવું થાય?

 

આજે કેટલાય સાચા શિક્ષકો આવી કોઈ ને કોઈ સમસ્યી પીડાતા હોય છે. જો તમારી આવી જ કોઈ સમસ્યાઓ હશે તો આપણે જરૂર તેનો ઉત્તર મળશે.

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.