Jyotirdhar Abhiyaan-Principles & Values

અભિયાનના સિદ્ધાંતો-મૂલ્યો :
 • અભિયાનને પરિવર્તન કેન્દ્રી, બદલાવ કેન્દ્રી અને ગુણવર્ધક બનાવવું અને એ સંખ્યા આધારિત કે તાલીમ કેન્દ્રી બની રહે નહીં તે જોવું.

 • અમારા માટે પરિણામ મહત્ત્વનું છે, નહી કે અમારા અહંનો સંતોષ.

 • શિબિરાર્થીઓમાંથી ભાવિ નેતા/પ્રશિક્ષકોને ઓળખવા અને એમને પ્રોત્સાહન આપવું.

 • વર્તમાન શિક્ષણ પદ્ધતિની તમામ મર્યાદાઓ વચ્ચે સંઘર્ષ કરી બાળ અભિમુખ બની અંતિમ ધ્યેય માટે સમર્પિત થવું.

 

સમગ્ર અભિયાનના પ્રણેતા શ્રી મહાદેવભાઈ દેસાઈ આ બાબતે કેટલાક મુદ્દાઓ પર ધ્યાન દોરતા કહે છે કે,

 • “આપણી પાસે આજે સારામાં સારા ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, વૈજ્ઞાનિકો છે, વકીલ છે, સારામાં સારા IAS Officer છે પણ સારા માણસ નથી. Honest IAS અધિકારી એવો શબ્દપ્રયોગ કેમ કરવો પડે છે? કોઈ સારો Expert ડૉક્ટર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકે તેમ છે પણ તે કેમ કિડની વેચે છે?

 • દેશમાં જો કોઈ મોટી કટોકટી હોય તો તે ચારિત્ર્યની કટોકટી છે, ચારિત્ર્યનો દુકાળ છે, એટલી હદે છે કે ભલભલો માણસ લડીને હારી જાય, થકી જાય એ હદે સિસ્ટમ બગડી ગઈ છે. ત્યારે શું આપણે સારો માણસ તૈયાર ન કરી શકીએ?

 • આપણી મુખ્ય નિષ્ફળતા એ છે કે આપણે બાળકોનું સાચું ઘડતર, ચારિત્ર્ય ઘડતર કરી શક્યા નથી. આજે તેમાં જે કાર્યરત છે તેમનો દોષ કાઢવાનો અર્થ નથી. કારણ કે આ સિસ્ટમમાંથી જ તે તૈયાર થઈને આવ્યો છે. સમાજનું કોઈ પણ તંત્ર તેના શિક્ષણ કરતાં સારું નથી હોતું, ભલે તે ન્યાય તંત્ર હોય કે સરકારી તંત્ર. આથી આપણે શિક્ષણ તંત્ર સારું કરવું રહ્યું જ.

 • સમસ્ત વિશ્વ બે વ્યકિતઓને નમે છે, જગતના તાત અને શિક્ષકને. કારણ તેઓ બીજા માટે જીવે છે, તેઓ નિરંતર અહર્નિશ દુનિયાને કંઈક આપવાની ખેવના રાખે છે. તેથી સાચા આચાર્ય સંતની કક્ષાના ગણાય છે. જેનો માંહ્યલો જાગી ગયો છે તેવો શિક્ષક નોકરી નથી કરતો, તે તો કર્તવ્યની ધૂણી ધખાવીને બેઠો હોય છે. બાળકને સતત આપતા રહેવું એને એ પોતાનો સ્વધર્મ ગણે છે.

 • સમાજ શીખતો હોવો જોઈએ, Learning Society. આચાર્ય કે શિક્ષક શીખતો ન હોય તો બાળકને કેવી રીતે શિખવાડી શકે? કેવી રીતે પ્રેરણા આપે? કેવી રીતે રોલ મોડેલ બને?

 • વિચાર, વાણી ને વર્તનમાં એકસૂત્રતા હોય તેવો શિક્ષક તૈયાર થાય. ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત ભણાવવાનું જ્ઞાન હોવું વ્યવહારમાં જરૂરી છે પણ તે માત્ર ૧૦ ટકા છે. શિક્ષકના ચારિત્ર્ય ઘડતર વગર બાળકનું ઘડતર શક્ય નથી.

 • એક શિક્ષક ૫ થી ૧૦ હજાર બાળકોના સંપર્કમાં આવતો હોય છે તો જો એક શિક્ષક બદલાય તો કેટલાં બધાં બાળકોને અસર થાય. એક શાળામાં એક જીવતો શિક્ષક પૂરતો છે. ૧૦૦૦૦ શિક્ષકો તૈયાર કરીએ તો કેટલું પરિવર્તન આવે?”

 

Objectives:
 • To contribute to the character building of the students, nurture ideal citizens and consequently provide a new direction to the social development and nation building process of Gujarat and India through the collective efforts and dedication of the teachers. 

 • To prepare 10,000 such teachers who can bring sweeping revolutionary changes in Gujarat and India by being a part of the education system. 

 • To generate dedicated teachers who can contribute their efforts to the service of their much loved motherland and offer great personalities to the world. 

 • To produce teachers who can be torch-bearers and continue this ‘yagna’ as torch-bearers.

 

Any teacher (Primary, Secondary, Higher- secondary, Private, Government, etc.), professor or B.Ed. students can join this campaign.

 

 

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.