Jyotirdhar Abhiyaan-Present Education System

શૈક્ષણિક જગતમાં પ્રવર્તમાન પરિસ્થિતિ :
  • હાલની મેકોલ આધારિત શિક્ષણ પદ્ધતિમાં વૈજ્ઞાનિક વિગતોને મગજમાં ભરી દેવા ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે, જીવન જીવવાની કલા ઉપર નહીં.

  • આજનો શિક્ષક પાઠ ભણાવી શકે છે, પરંતુ પ્રાણ આપી શકતો નથી. તેથી જ આજનો વિદ્યાર્થી કોઈ ઑફિસનો સાહેબ બની શકે છે, કાબેલ વકીલ, ડૉક્ટર કે એન્જિનિયર બની શકે છે, પરંતુ સારો મનુષ્ય બની શકતો નથી. વિદ્યાર્થી ડિગ્રી તો પ્રાપ્ત કરી લે છે, છતાં એનામાં વ્યાવહારિક જીવનનું શિક્ષણ, ચારિત્ર્ય, સદાચાર, પ્રામાણિકતા, રાષ્ટ્રપ્રેમ, સંવેદના, સંસ્કાર, જ્ઞાન, ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ વગેરેનો સદંતર અભાવ હોય છે. પરિણામે દેશમાં આજે નર-નારી રત્નોનો દુકાળ છે, ચારિત્ર્યની કટોકટી છે. આ બધા વગર વિદ્યા અધૂરી છે. જીવનને જે પ્રકાશિત ન કરે, પુષ્ટ ન બનાવે તે વિદ્યા શા કામની?

  • કમનસીબે મહદ્દઅંશે શિક્ષકો પણ પોતાની એ મહાન જવાબદારીને સમજી શકયા નથી, અનુભવી શકયા નથી. એમની દૃષ્ટિએ શિક્ષકનું કામ એક ક્લાર્ક કે ઑફિસના કર્મચારી જેવું હોય છે. શિક્ષણ પ્રત્યેના આવા છીછરા દૃષ્ટિકોણને કારણે શિક્ષણ જેવી મહત્ત્વપૂર્ણ સામાજિક તથા રાષ્ટ્રીય ફરજ એક નોકરી બની ગઈ છે. એટલું જ નહિ, એની સાથે સાથે શિક્ષકનું / આચાર્યનું ગૌરવ ઘટી ગયું છે, એણે આદર ગુમાવ્યો છે અને ઉપેક્ષિત થયો છે.

  • ભારત આર્થિક ક્ષેત્રે મહાસત્તા બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે, છતાં એ પણ એટલું જ સાચું છે કે આપણો દેશ આજે પણ ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી અને પ્રદૂષણ વગેરે જેવી કારમી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. ભ્રષ્ટાચારનું જ ઉદાહરણ લઈએ. જો ભણેલા ગણેલા લોકો એમાં ભાગીદાર ન બને તો ભ્રષ્ટાચારની સમસ્યા પાંગરી શકે ખરી, સંભવી શકે ખરી? જે લોકો કર્તાહર્તા છે, જેમની પાસે સત્તા અને સ્થાન છે તે જ લોકો ભ્રષ્ટાચારને ઉત્તેજે છે અને તેમાં ભાગીદારી નોંધાવે છે ને? તો પછી ચોક્કસ જ આપણી શિક્ષણ વ્યવસ્થામાં કંઈક ગંભીર રીતે ખોટું છે જે સફળતાની આવી સ્વકેન્દ્રિત સમજણને શીખવે છે. આપણી આવતી પેઢીઓમાં સાચા મૂલ્યો કેળવાય તેવું શિક્ષણ આપવું તે જ આવી સમસ્યાઓને ઉકેલવાનો એક માત્ર ઉપાય છે. ભ્રષ્ટાચાર તો માત્ર એક બાબત છે. ભારત આજે આવી ઘણી બાબતોનો સામનો કરી રહ્યું છે. આ દિશામાં ઘણું કામ કરવાનાં છે. પણ તેમ છતાં, ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. આવનારી પેઢીઓમાં જીવનનાં સાચાં મૂલ્યોનું પ્રતિસ્થાપન કરવું તે જ એક માત્ર રસ્તો છે.

  • જો દેશમાં મોટા ભાગના લોકો શ્રેષ્ઠ આચરણવાળા હોય તો દેશનું કદી પતન થઈ શકે નહીં તથા કોઈ એને નુકશાન પહોંચાડી શકે નહીં. આથી જ રાષ્ટ્રનિર્માણ, સમાજઘડતર તથા સંસ્કૃતિનો ભાર મોટા ભાગે શિક્ષકોના શિરે જ છે. એક શિક્ષક એના જીવનમાં ૫૦૦૦ થી ૧૦,૦૦૦ બાળકોના સંપર્કમાં આવે છે. જો એમનું યોગ્ય રીતે ચારિત્ર્યઘડતર થાય, સંસ્કાર સિંચન થાય તો આ ભૂમિને ફરી પાછી બહુરત્ના વસુંધરા બનાવતા કોણ રોકી શકશે?

  • શિક્ષકો ભાવિ સમાજના ઘડવૈયા છે એ વિદ્યાર્થીના બૌદ્ઘિક, આત્મિક તથા ચારિત્રિક ગુણોનો વિકાસ કરે છે, તેની ચેતનાનો વિકાસ કરે છે. આચાર્યના શિક્ષણ, વ્યવહાર તથા ચારિત્ર્યમાંથી જ બાળક જીવન જીવવાની રીત શીખે છે. એટલે જ આપણે ત્યાં શિક્ષકની ખૂબ પ્રતિષ્ઠા કરી છે, એમને ગુરૂદેવ કહ્યાં છે.

  • શિક્ષક તો ચારિત્ર્ય નિર્માણનું બીજું બીબું છે. જેવું બીબું હોય છે એ જ આકારની વસ્તુઓ બને છે. શિક્ષક વિદ્યાર્થીઓ માટે એક આદર્શ છે. વિદ્યાર્થીઓ એમનું જ અનુકરણ કરે છે. એમનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ હોય, વિચાર, વાણી અને કર્મની એકસૂત્રતા હોય તો જ તેમને શ્રદ્ધા અને સન્માન આપે છે. જ્યાં કથની અને કરણી જુદી હોય ત્યાં શ્રદ્ધા અને સન્માન હોતાં નથી. પછી શિક્ષકનું કોઈ મૂલ્ય કે મહત્ત્વ રહેતું નથી. વ્યક્તિના પરિશુદ્ધ વ્યક્તિત્વનો જ સચોટ પ્રભાવ પડે છે.

  • ચાણક્યની શિક્ષક વિષેની કલ્પના તો જ સાકાર થાય જો શિક્ષકને એના સ્વધર્મની જાણકારી હોય. ગાંધીયુગ સુધી રવિન્દ્રનાથ ટાગોર, આચાર્ય વિનોબા ભાવે, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, આચાર્ય કૃપલાની, ડૉ. રાધાકૃષ્ણન અને ગિજુભાઇ બધેકા જેવાં અનેક આચાર્યોની દેખરેખ અને દોરવણી મળતી રહી. સમય જતાં શિક્ષણ જગત અને સમાજ શિક્ષકને માર્ગદર્શન આપી શકે તેવા આચાર્યો વગરનાં થઈ ગયા; સાચો શિક્ષક નિર્માણ કરવામાં સમાજ અને સરકાર બંને નિષ્ફળ રહ્યાં.

 

શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક સાચા શિક્ષકોની ભાવના શું છે?

 

આજના બાળકની પરિસ્થિતિ  “બાળકની વર્તમાન સ્થિતિ કચડાયેલી, ખરડાયેલી છે. દરેક પ્રકારના દબાણોમાં બાળક એ પોતે બાળક છે તે ભૂલી જઈને અન્યના સપના કે ઇચ્છાઓમાં પોતાના બાળપણને ખોઈ દે કાં તો ભૂંસી નાખે છે. આજના બાળકો અભ્યાસ અને હરીફાઈના ચોકઠામાં એવા તો ગોઠવાયા છે કે સ્વપ્ન જોવાની દૃષ્ટિ પણ ગુમાવી બેઠાં છે.” 

– તોરલ રાણા, ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, લખાલી, વ્યારા 

 

“Today’s education system is like a dinosaur that is engulfing the childhood of children. From a very small age they are being tortured and pressurized to be a successful person. Even the parents do not understand their child’s feelings. Now-a-days a new trend has started. In our city a new school has started. Actually we cannot say that building a school, but a business house producing educational machines. From 7:30 to 2:30, only learning nothing else, no other curricular activities. They are bombarded with lot of information than knowledge. All the teachers are visiting faculty. They teach at many institutions simultaneously. How these types of teachers can nurture a good citizen?! It is sorry to say that many greedy people have made education their business. And even those parents who admit their children in such type of institution are at fault. They are spending a lot of money to destroy their child’s future.”

– Arpita Desai, Tata Girls High School, Navsari 

 

“મારું માનવું છે કે આજની શૈક્ષણિક જગતની સ્થિતિ એ છે કે એમણે નક્કી કરેલ બીબામાં જ બાળકોને ઢાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો પછી બાળકોની અપેક્ષાઓ, આશાઓ, ઇચ્છાઓનું શું? બાળકોને નિયમોની નીચે કચડી નાખવામાં આવ્યા છે. તો પછી સ્વતંત્ર કેવી રીતે બની શકવાના? બાળકોને શિસ્તનો પાઠ ભણાવતા ભણાવતા પ્રેમ વીસરાઈ ગયો છે. શિક્ષા તો અપાય છે પરંતુ શિક્ષણ અપાય છે ખરું? તે પણ સાચું શિક્ષણ? શિક્ષકો બાળકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયાં છે. શા માટે? બાળક-કેન્દ્રી શિક્ષણ રહ્યું નથી. કારણ કે Systemને બદલવાની હિંમત કોઈનામાં નથી. જેનો ભોગ બાળકો બની રહ્યા છે. બસ, પુસ્તકોના પાનામાં, એની Size અને Priceમાં વધારો થયા કરે છે, શિક્ષકોના પગારમાં વધારો થાય છે, નવી-નવી Pension યોજના ઘડવામાં આવે છે, નવાં પંચો અમલમાં આવે છે... અરે, પરંતુ બાળકોનું શું? એ લોકો છે તો શાળા છે, નહીં તો શું થશે? બાળકો પેલા OMR Sheetના Roundમાં જ ફર્યા કરે છે, ચક્કર લગાવ્યે જ જાય છે. શિક્ષણમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. આ બધા માટે કોણ જવાબદાર છે? શિક્ષકો, શાળા, આચાર્યો, સરકાર, મૅનેજમેન્ટ? 

શિક્ષકો, આચાર્યો, ટ્રસ્ટીમંડળના સભ્યો એવું માને છે કે સ્વતંત્રતા આપવાથી શિસ્તભંગ થાય છે. ખરેખર તો શિસ્ત શિક્ષકોએ પોતે લાવવાની જરૂર છે. પોતાના વર્તન અને વ્યવહારમાં. પરિણામલક્ષી શિક્ષણ તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત છે, જે શાળા ૧૦૦%, ૯૦% પરિણામ લાવે છે, તે જ શાળા સારી છે એવું અજ્ઞાન જે લોકોમાં પ્રવર્તે છે તે બદલવું છે. આ વિચારસરણીને કારણે જે શાળામાં બાળકો ભણે છે જો તેનું પરિણામ નીચું આવતું હોય તો એમને પણ એવું લાગવા માંડે છે કે તેઓ ખરાબ શાળામાં ભણે છે. આપણા કરતા તો પેલી શાળા સારી.” 

– મિતલ દેસાઈ, ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, નવસારી

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.