Partners of Jyotirdhar Abhiyaan

સંયોજક / સંયોજક સંસ્થા : 

 

ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ અભિયાનનો પ્રારંભ વર્ષ ૨૦૧૪થી થશે. આ માટે જે તે જિલ્લાની રસ ધરાવતી વ્યક્તિ સંસ્થાઓને સંયોજક / સંયોજક સંસ્થા તરીકે જોડાવા અમારું નિમંત્રણ છે.

 

શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્રહીરાલાલપારેખ જ્ઞાનધામ, નવસારી 

 

એકસો અગિયાર વર્ષોથી નવસારી અને સમગ્ર પંથકનાં હજારો વ્યક્તિઓને જ્ઞાન અને પ્રેરણાનાં પીયૂષ પાનાર શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય એ ફક્ત પુસ્તકાલય નથી રહ્યું પણ એની બહુવિધ પ્રવૃત્તિઓને કારણે એ સાચા અર્થમાં જ્ઞાનધામ બન્યું છે. દરેક નગરવાસીને પુસ્તકાભિમુખ કરવાના પ્રયત્નો રૂપે 'સયાજી વૈભવ પુસ્તકાલયે' અભિનવ પ્રવૃત્તિઓ શરૂ કરી પુસ્તકાલયને જીવંત ધબકતું વાચનાલય અને જ્ઞાનધામ બનાવ્યું છે. છેલ્લા ૧૧૧ વર્ષથી સાહિત્ય અને જ્ઞાનનાં ક્ષેત્રો અમૂલ્ય સેવા આપતી આવેલી આ સંસ્થામાં અસંખ્ય, અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ, સિંધી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓનાં પુસ્તકો મળી કુલ ૮૮,૦૦૦ જેટલાં પુસ્તકોનો ખજાનો પડેલો છે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન, રાજકારણ, સંગીત, લલિતકળા, ધર્મ, શિલ્પ, વિજ્ઞાન, જ્યોતિષ, વાણિજ્ય, તત્વજ્ઞાન, ચિંતન, પર્યાવરણ તેમજ સ્ત્રીઓ અને બાળકોને ઉપયોગી લગભગ ૧૮૫ જેટલાં સામયિકો પણ મંગાવવામાં આવે છે. સંસ્થાના હાલમાં ૩૦૬૯ જેટલા વાચક સભ્યો છે. વાચકો પાસે કોઈ પણ પ્રકારની ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પૂરું પાડતું નવસારીનું આ એક માત્ર અને ગુજરાતનાં જૂજ પુસ્તકાલયોમાંનું એક છે. અમારૂં મિશન :

 

  • નવસારી આવનારી સદીમાં વિશ્વને ચરણે ૧૦૦ મહાન નર-નારી રત્નોની ભેટ ધરે.

  • નવસારીનું દરેક બાળક પુસ્તકાલયનું સભ્ય બને.

 

ઓએસિસ, વડોદરા

 

ઓએસિસ સંસ્થા છેલ્લાં ૨૫ વર્ષથી ચારિત્ર્ય ઘડતરના ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે. ચારિત્ર્ય-ઘડતરની પ્રક્રિયાને વધુ ને વધુ ફેલાવવા માટે ઓએસિસ ટ્રસ્ટ દ્વારા વડોદરા નજીક ચાણોદ ખાતે ‘ઓએસિસ વેલીઝ’ નામે ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવેલ છે.

'ઓએસિસ વેલીઝ' વધુ સારા માનવીઓ અને તેથી વધુ સારા સમાજના ઘડતરની પ્રક્રિયાને ફેસિલિટેટ કરવા પ્રત્યે સમર્પિત છે. શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ માટે સ્વ-વિકાસના ઘણા બધા કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે. ત્યાં લીડરશિપ તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેથી 'ઓએસિસ વેલીઝ'ના આ લાભાર્થીઓ તેમની પોતાની ક્ષમતા મુજબ ઓએસિસનો સંદેશ અન્યત્ર ફેલાવતા રહે. માત્ર પૈસાના પ્રશ્નને કારણે કોઈ પણ યોગ્ય યુવાન આ ચારિત્ર્ય-ઘડતરની અદભૂત તકથી વંચિત ન રહી જાય તે મૂલ્યને ઓએસિસમાં શરૂઆતથી જ અનુસરવામાં આવે છે અને 'ઓએસિસ વેલીઝ' પર પણ અમે હંમેશાં તેની ચોકસાઈ રાખવામાં આવે છે.

ઓએસિસ વેલીઝ ખાતે ટ્રેનિંગ માટેના બે હોલ, ૫૦ વ્યક્તિઓને/૧૦૦ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ, રસોડું અને બીજી બધી વ્યવસ્થા પર્યાપ્ત છે. ૯ એકરની કોતરાળ હરિયાળી જમીનમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ સૌના માટે પ્રેરણાનું સ્રોત છે. 

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.