Jyotirdhar Abhiyaan-Curriculum & Faciliatators

અભ્યાસક્રમ: 

 

કાર્યશાળાના અભ્યાસક્રમમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ અનુભવે આપણે સૌ સહયાત્રીઓ જેમ જેમ શીખતા જઈએ છીએ, તેમ તેમ એમાં ઉત્ક્રાંતિ પણ થતી રહે છે. સ્વ-વિકાસ અને સ્વવિકાસ માટેની સાંકળરૂપ એવા “સ્વ સાથે સફળતા” “સ્વનેતૃત્વ”, “સંબંધોમાં સફળતા” અને “નિરંતર નિરામય સ્વાસ્થ્ય માટેની સફળતા”.પ્રેમ કરતાં શીખવું. પ્રેમ, લગ્ન, વાલીપણું, પરિવારની તેમજ પોતાની નજીકની વ્યક્તિઓના જીવન વિકાસ અને એ માટે જરૂરી જ્ઞાન અને પ્રક્રિયાઓ. 

 

What is conditioning; Life is series of choices, Goals of Life; Time Leadership, Life Management; Self Management, The Dimensions of Self Development, The Foundation of Relationships & Sarvodaya State-of-Mind, The Art of Listening, What is Love & The Art of Loving; Problems of Life, The Concepts of Anti-Love & Love, The Road Map of Marriage, The Secrets of Parenting, Building an Ideal Family, Developing People Around You, The Magic of Being, Psycho-Spirituality of Transformation, The Life Style in 21st Century, The Secrets of Ever Youthfulness, Transactional Analysis, How to Have Real Confrontation in Marriage, Suffering As The Essence of Life, Healing Each Other, The Role of Parents in Career of Children, Empowerment of Women, Living The Old Age in a Great Way, Democracy & Community In Organisations, How to Think, Observing Self, The Practice of Self Control, The Art of Delegation, From Ego to Awareness, What is Sadhana, What is Death, What is God, What are Religions, What is Spirituality, Responsibilities of Being Human, Celebrating Life

 

આ અભિયાન શિક્ષકો માટેનું હોઈ એમાં સ્વ-વિકાસ અને ચારિત્ર્યઘડતરની સાથે સાથે શિક્ષકો માટે અત્યંત આવશ્યક એવા નીચેના જરૂરી મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણનું દર્શન અને સ્વ-વિકાસના સિધ્ધાંતો સાથેનો અનુબંધ. શિક્ષણના ઉદ્દેશ્યો. શિક્ષણના સિધ્ધાંતો અને પદ્ધતિઓ. શિક્ષણનું મનોવિજ્ઞાન.સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, જે. ક્રિષ્ણમૂર્તિ, મહાત્મા ગાંધી, રજનીશ જેવા ઋષિઓની શિક્ષણ અંગેની ફિલસૂફી અને વર્તમાન પડકારોનો ઉકેલ. શિક્ષણ શાસ્ત્ર અને અધ્યાપન (Pedagogy). શિક્ષકનો સ્વધર્મ. શિક્ષક હોવાનો અર્થ (Meaning of Being a Teacher). શિક્ષકની મહત્ત્વની ભૂમિકાઓ અને જવાબદારીઓ. શિક્ષણ કૌશલ્ય. અભ્યાસક્રમ નિર્ધારણના સિધ્ધાંતો. શાળા-સામાજિક ચેતનાનું કેન્દ્ર કેવી રીતે બની શકે. આદર્શ શાળાની વિભાવના-શાળાના ધ્યેય-મિશન-વિઝન અને દસ વર્ષનું આયોજન. બાળકો-કિશોરો અને યુવાનોની અપેક્ષાના/ઝંખનાના માર્ગદર્શનના ક્ષેત્રો. બાળકોના વિકાસમાં શિક્ષકની, Friend, Philosopher અને Guide ની ભૂમિકા. બાળ ઉછેર-મુક્ત બાલક તેમજ સંતાન ઉછેરના સિધ્ધાંતો. બાળકોની સમસ્યાઓ. વાલીપણું અને વાલીઓની તાલીમ, માતાપિતાની સમસ્યાઓ. વિશ્વના અને ભારતના શ્રેષ્ઠત્તમ અને મહાન શિક્ષણ પ્રયોગો અને મોડેલો. ભારતની મહાન શાળાઓની મુલાકાત અથવા એના સંચાલકો / શિક્ષકો સાથે એની દ્રષ્ટિ, આંતરિક પરિમાણો અને કાર્ય પદ્ધતિને સમજવા-મુલાકાત-પરિસંવાદ. સ્વમૂલ્યાંકન- Quality Audit - શાળાના શૈક્ષણિક કાર્યનું ઑડિટ. વિચાર વાચન શિબિર માટે પ્રશિક્ષણ. વાલી-સંવાદ અને સંપર્ક માટે પ્રશિક્ષણ. શિક્ષણમાં આધુનિક માધ્યમો અને ટેક્નોલૉજીનો વિવેકયુક્ત ઉપયોગ. દીવાદાંડી સમાન વિષય નિષ્ણાતો દ્વારા વિષય અને વિષય શિક્ષણ અંગે માર્ગદર્શન. ચારિત્ર્ય ઘડતર અને સ્વ વિકાસ માટે પ્રેરણા આપતી ફિલ્મો, એનો અભ્યાસ અને જૂથ ચર્ચા. પ્રેરણારૂપ, સાહિત્ય, પુસ્તકો અને મહાપુરુષોના જીવનનો અભ્યાસ. સમાજ પરિવર્તન, સમાજ ઘડતર અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ માટે પ્રશિક્ષિત શિક્ષકની ભૂમિકા અને જવાબદારી.

 

પ્રશિક્ષકો -પરામર્શ-માર્ગદર્શન:

 

પ્રશિક્ષકો ઓએસિસ સંસ્થા દ્વારા નીમવામાં આવશે. જે વિશેષ તાલીમ પામેલા હશે.

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.