Reflections for Exam ki Aisi ki Taisi Sessions

 

“Students shared their views/fear of exams and spoke about their feelings and the pressure they are having. It was a very good session. 

I feel this way; we can reach very near and can touch the hearts of students so that they can easily come out of this pressure and tension.”

                                                                                                                               ~ Alka Sapre, Ahmedabad

અમે પણ કામના વ્યક્તિ છીએ

“હું જ્યારે પણ છાપાઓમાં કે Social Media પર પરીક્ષાના કે રિઝલ્ટના ડરને કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તેવા સમાચાર વાંચતી કે સાંભળતી ત્યારે મારું દિલ રડી પડતું. એક નિ:સહાયતાની લાગણી થતી. પણ, “એક્ઝામ કી ઐસી કી તૈસી” પ્રોજેકટથી એક આશાનું કિરણ બંધાયું.

હું જ્યારે સેશન લેવા ગઈ ત્યારે સૌથી પહેલાં તો મેં અનુભવ્યું કે આ બાળકો પાસેથી તેમનું બાળપણ જ છીનવાઈ ગયું છે. આનંદ-ઉત્સાહની જગ્યાએ ભારે-ભરખમ વાતાવરણ. પણ પછી જ્યારે મેં તેમની સાથે મારા ઉદાહરણો વહેંચ્યાં અને જણાવ્યું કે અહીં હું તમારી મિત્ર બનવા આવી છું, તમને સાંભળવા આવી છું; ત્યારે થોડીવારમાં બધાં બાળકોનાં મોઢાં પર હાસ્ય આવી ગયું. અને બધાં પોતાના દિલની વાત કહેવાં માંડ્યાં. જે વિદ્યાર્થીઓનું પરિણામ સારું નહોતું આવતું, જેમના માર્ક્સ સારા આવતા નહોતા તે વિદ્યાર્થીઓએ છેલ્લે મને કહ્યું, “દીદી, અમે પણ કામના વ્યક્તિ છીએ અને જીવનમાં ચોક્કસ કંઈક તો કરશું જ. થેન્ક યુ, તમે આવ્યા.” તેમના આ વાક્યો ખરેખર મને સ્પર્શી ગયાં. ભણતરનો કેટલો બધો ભાર વિદ્યાર્થીઓ લઈને બેઠા છે કે બાળપણ પણ નથી માણી શકતા? – આ સવાલ તો મનમાં ઊઠે જ છે.”

                                                                                                                                            ~ પૂર્વી દલાલ, સુરત

40 Friends in 40 min.!

“Few months back, I would not have believed this! For making friends you need Trust, Love, and Compassion etc. and when I took session for ‘EKAKT’, I realized that these qualities are in abundance in children. Initially I was apprehensive, a bit nervous, too. It may sound ironical but I felt that I was appearing in an exam feeling pressure. I didn’t know how children will take it. I wanted to make it interactive and found that humor/laughter is the key.

When I entered the class, I gave them a big smile. They all reciprocated. I shared a story about how I was the only one to fail in my 1st semester exams in college. It clicked. They were happy to know that I failed in one of my exams. Now they were ready to share theirs. Over the next half an hour, what followed was really an eye opener. I never thought they would share almost everything with me – their concerns, thoughts, goals, problems… I wanted to listen to all. We laughed, we shared and we debated as well. There was a bouquet of emotions in front of me. The intended message was passed on effortlessly. We all agreed upon lot of things and promised each other lot of things. In the end when children asked me when I would come back, it was very clear that all children had become my ‘friends’ and I had become a ‘child’.”

                                                                                                                         ~ Vishal Bhavsar, Ahmedabad

એક્ઝામ કી ઐસી કી તૈસી પ્રોજેક્ટ વિશે જાણ્યું ત્યારે જ હું ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી. જ્યારે હું શાળામાં ગઈ ત્યારે મેં બાળકોના મિત્ર બનીને કહ્યું કે, આપણે સ્માઇલ હંમેશાં મોઢાં પર પહેરી રાખવાની. અને તરત બધા હસ્યા; સરસ શરૂઆત થઈ. ઘણાં બધાં બાળકોએ પોતાના ડર બોર્ડ પર લખ્યાં. ઘણાં મૌખિક બોલ્યાં. અંતમાં દરેક બાળકે વચન આપ્યું કે પરીક્ષાઓ સફળતાનું એક માત્ર લક્ષ્ય નથી. બીજી ઘણી બધી આવડતો દરેકમાં છે જ. એને ઓળખીને બહાર લાવવાની છે. મેં તેઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા- કંઈ પણ કેમ ના થાય, તમે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખજો, પ્રયત્ન અને મહેનત છોડતાં નહીં. હું ખુશ હતી અને બાળકો પણ..

                                                                                                                                      ~ અમિષા ભરવાડા, સુરત

“‘એક્ઝામ કી ઐસી કી તૈસી’ શબ્દ પ્રયોગ શરૂઆતમાં ના ગમ્યો. કારણ, આ શિક્ષણ વ્યવસ્થા કંઈ બદલાવાની નથી. પણ, પછી પુસ્તક વાંચી ઊંડાણમાં જતાં ટાઈટલ પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. પરીક્ષાને જીવનના માપદંડ તરીકે જોવાનો અભિપ્રાય બદલાઈ ગયો. મારા દીકરા અને ભત્રીજા વચ્ચે થતી સરખામણીનો ભેદભાવ ભૂલાઈ ગયો. મારો દીકરો ભણવામાં આગળ છે તો મારો ભત્રીજો બીજી ઘણી બાબતોમાં આગળ છે. એ જોવાનો નવો નજરીયો મળી ગયો. “

                                                                                                                                      ~ ફાલ્ગુની જાની, વડોદરા

“પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનમાં ભૂકંપ લાવી દે છે, એમ કહું તે જરાય ખોટું નથી. બાળકે એક તો, પોતાની રસ-રુચિ સિવાયના વિષયોને સરખો ન્યાય આપવાનો, અને બીજું, માતાપિતા અને શિક્ષકોની અપેક્ષાઓને સંતોષવાની અને શાળાનું નામ રોશન કરવાનું. આ બધા વચ્ચે બાળક માર્ક્સ અને ટકાની મારામારીમાંથી ઊંચો નથી આવતો અને સૌને સંતોષ ન આપ્યાની વ્યથામાં અટવાતો રહે છે. “એક્ઝામ કી......” પ્રોજેક્ટ બાળકો માટે ખૂબ લાભદાયી રહ્યો. ટેન્શનમાં આવીને ગૂંગળામણ અનુભવતાં બાળકો ડિપ્રેશનમાં જતાં હોય કે આત્મહત્યા તરફ પ્રેરાતાં હોય, તેમને મદદ કર્યાનો એક સંતોષ થયો. આવાં સેશન થતાં રહે તો કેટલાંય બાળકોને બચાવી શકાય.”

                                                                                                                                         ~ બેલા જોષી, નવસારી

“Ever since my son started going school, I am questioning the role of present Education System. I was just thinking of saving my son from it and Exam ki aisi ki taisi happened. For the first time I saw a penetrating blow to roots of Education system.  

It was a lower middle class school where I went for the session. There were many girls who wanted to do something in their life and showed me their goals, unaware to the fact that they might get married the very next year. And they shared their goals with such a passion. One girl was passionate about Science and whole school knew it. But her friends said, her parents won’t allow her to take science. One girl was sharing that she is very much interested in drawing and fashion designing but her to-be-father-in-law (Yes, she was engaged during her 10th Std.) is insisting to her to do B.Com and get Govt. job. And, she was feeling so suffocated. During another session, taken by my friend shared- one boy confessed that he wanted to lie down on railway tracks to end his life (as he can’t bear pressure of studies). My eyes welled up with tears.

If I can save even a single life, all efforts are worth enough.”

                                                                                                                          ~ Ankita Gandhi, Ahmedabad

“એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે “એક્ઝામ કી ઐસી કી તૈસી”ની ચર્ચા દરમિયાન એક વિદ્યાર્થી લગભગ શાંત બેસી રહ્યો હતો. તેની આજુબાજુના વિદ્યાર્થીઓ તેમનો આ મિત્ર મોટાભાગે ચિત્રો દોરવામાં વધારે સમય આપે છે, તેવી વાત કરવા લાગ્યા. તેની સાથે થોડીક તેના ચિત્રો અંગેની વાત કરી તો પછી તે વાતોમાં જોડાયો અને તેના આ ગમતા વિષય બાબતે જીવનમાં આગળ વધવું હોય તો તે અંગે માહિતી પણ પૂછવા લાગ્યો. ચિત્રકાર-સંગીતકાર તરીકે પ્રસિદ્ધ થયેલાં વ્યક્તિઓના ઉદાહારણ આપ્યા તો તેની આંખોમાં ચમક જોઈ શક્યો. પછી તો તેણે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે તે તેના મોટાભાઈ અને શાળાના શિક્ષકો પાસે સામેથી આ અંગે સલાહ-સૂચન માટે જશે.

ક્યારેક ફક્ત કોઈ બાળકને પ્રેમપૂર્વક સાંભળવું અને તેને પ્રોત્સાહિત કરવું કેટલું અગત્યનું હોય છે. શું આપણી શિક્ષણ વ્યવસ્થામાં આટલું પણ ન હોય?”

                                                                                                                                       ~ નીતિન પટેલ, વડોદરા

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.